હબાકુક 1:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પ્રભુએ કહ્યું, “તમે પ્રજાઓ તરફ જુઓ અને લક્ષ આપો; તો તમે આશ્ચર્ય પામશો. કેમ કે તમારા સમયમાં હું નિશ્ચે એવું કાર્ય કરવાનો છું, જે તમને કહેવામાં આવશે પણ તમે વિશ્વાસ કરવાના નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 પ્રભુએ કહ્યું, “તમે વિદેશીઓમાં જુઓ, ને લક્ષ આપો, ને અતિશય વિસ્મય પામો, કેમ કે હું તમારા સમયમાં એવું એક કાર્ય કરવાનો છું કે, જે તમને કહેવામાં આવશે તોપણ તમે તે માનશો નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 ત્યારે પ્રભુએ પોતાના લોકોને કહ્યું, “તમારી આસપાસની વિદેશી પ્રજાઓને નિહાળતા રહો; અને તમે જે જુઓ છો તેથી આશ્ર્વર્ય પામશો. હું તમારા સમયમાં એવું ક્મ કરવાનો છું કે તમે એ વિષે સાંભળો ત્યારે તે માનશો જ નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ5 યહોવાએ કહ્યું, “તમે જરા વિદેશીઓ તરફ નજર કરો અને જુઓ, તો તમે વિસ્મય પામશો, કારણકે તમારા જમાનામાં જ હું એવું કઇંક કરી રહ્યો છું, જે તમને કહ્યું હોય પણ તમે માનો નહિ. Faic an caibideil |
પછી લોકોએ કહ્યું, “આવો આપણે યર્મિયાની વિરુદ્ધ ઘાટ ઘડીએ, કેમ કે યાજકો પાસે નિયમશાસ્ત્ર, જ્ઞાની પાસે સલાહ તથા પ્રબોધકો પાસે પ્રબોધ ખૂટવાનો નથી. આપણે શું કરવું તે આપણને કહેવા માટે છે. આપણને યર્મિયાની સલાહની જરાય જરૂર નથી. આપણે તેને ચૂપ કરી દઈએ. જેથી તે આપણી વિરુદ્ધ કંઈ પણ વધારે બોલી શકે નહિ અને આપણને ફરીથી હેરાન કરે નહિ.”