Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 50:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ‘મારા પિતાએ મને સમ આપીને કહ્યું હતું કે, “હું મૃત્યુ પામવાનો છું. મેં મારા માટે કનાન દેશમાં કબર ખોદાવેલી છે, ત્યાં મને દફનાવજો.” તો હવે ફારુન મારા પિતાને દફનાવવા માટે મને જવા દે. એ વિધિ પૂરી કર્યા પછી હું પાછો આવીશ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 મારા પિતાએ મને સમ ખવડાવીને કહ્યું હતું, ‘જુઓ હું મરવા પડયો છું. મેં મારે માટે કનાન દેશમાં જે કબર ખોદાવી છે, ત્યાં મને દાટજે.’ માટે હવે મારા પિતાને દાટવાને મને જવા દો, ને હું પાછો આવીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 મારા પિતાએ મને સોગંદ ખવડાવીને કહેલું કે, ‘મારા મૃત્યુનો સમય પાસે આવ્યો છે. કનાન દેશમાં મેં મારે માટે જે કબર ખોદાવી છે તેમાં મને દફનાવજે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 માંરા પિતાએ મને સમ ખવડાવીને કહ્યું હતું, ‘માંરો મરણકાળ નજીક છે, મેં માંરે માંટે કનાનમાં જે કબર ખોદાવેલી છે તેમાં મને દફનાવજો. એટલે કૃપા કરીને મને જવા દો અને માંરા પિતાને દફનાવવાની રજા આપો. એ પછી હું પાછો આવીશ.’”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 50:5
19 Iomraidhean Croise  

તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંના પરસેવાથી રોટલી ખાશે કેમ કે તું તેમાંથી લેવાયો હતો. કેમ કે તું ધૂળ છે અને પાછો ધૂળમાં ભળી જશે.”


ઇઝરાયલે યૂસફને કહ્યું, “હું મરણ પામી રહ્યો છું, પણ ઈશ્વર તમારી સાથે રહેશે અને તમને આપણા પિતૃઓના કનાન દેશમાં પાછા લઈ જશે.


જ્યારે મૃત્યુ થવાનું હતું ત્યારે યૂસફે તેના ભાઈઓ અને પરિવારને કહ્યું, “હું તો મૃત્યુ પામી રહ્યો છું પણ ઈશ્વર નિશ્ચે તમારી ખબર લેશે અને તેમણે જે દેશ સંબંધી આપણા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક તથા યાકૂબની આગળ પ્રતિજ્ઞા લીધી હતી, તે મુજબ ઈશ્વર આ દેશમાંથી આપણા દેશમાં તમને લઈ જશે.”


જયારે તેના શોકના દિવસો પૂરા થયા ત્યારે યૂસફે ફારુનની રાજસભાને કહ્યું, “તમે મારા પર સહાનુભૂતિ દર્શાવેલી છે. તો હવે મારા વતી ફારુનને એમ કહો,


ફારુને જવાબ આપ્યો, “તારા પિતાએ તને સમ આપ્યાં છે તે મુજબ તારા પિતાને દફનાવવા માટે જા.”


દાઉદનગરમાં તેણે પોતાને માટે જે કબર ખોદાવી હતી તેમાં તેને દફનાવવામાં આવ્યો. તેના કફનમાં સુગંધીઓ તથા ગાંધીએ તૈયાર કરેલાં વિવિધ પ્રકારનાં સુગંધીદ્રવ્યો ભરીને તેઓએ તેમાં તેને સુવાડ્યો. પછી તેઓએ મોટા પ્રમાણમાં સુગંધીદ્રવ્યોનું દહન કર્યું.


હું જાણું છું કે તમે મને મૃત્યુમાં, એટલે સર્વ સજીવોને માટે નિશ્ચિત કરેલા ઘરમાં લઈ જશો.


તેઓએ યરુશાલેમની આસપાસ પાણીની જેમ લોહી વહેવડાવ્યું છે અને તેઓને દફનાવનાર કોઈ નથી.


તે સમયે તેઓ ઊંચાણથી બીશે, બીક લાગશે. તેઓને રસ્તા પર ચાલતાં ડર લાગશે, બદામના ઝાડ પર ફૂલો ખીલશે, તીડ બોજારૂપ થઈ પડશે, અને ઇચ્છાઓ મરી પરવારશે. કેમ કે માણસ પોતાના અનંતકાલિક ઘરે જાય છે. અને વિલાપ કરનારાઓ શેરીઓમાં ફરે છે.


જેવી અગાઉ ધૂળ હતી તેવી જ પાછી ધૂળ થઈ જશે, અને ઈશ્વરે જે આત્મા આપેલો હશે તે તેમની પાસે પાછો જશે.


જો કોઈ મનુષ્યને સો સંતાનો હોય અને તે પોતે દીર્ઘાયુષ્ય ભોગવે પણ જો તે સુખી ન હોય અને તેનું દફન પણ ન થાય તો હું કહું છું કે, એના કરતાં ગર્ભપાતથી તે મૃતાવસ્થામાં જન્મ્યો હોત તો સારો થાત.


‘તારું અહીં શું છે અને તું કોણ છે કે તેં પોતાને માટે અહીં કબર ખોદી છે? તું ઊંચે પોતાની કબર ખોદે છે, ખડકમાં પોતાને માટે રહેઠાણ કોતરે છે!”


અને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં તેને મૂક્યો; અને એક મોટો પથ્થર કબરના દ્વાર પર ગબડાવીને તે ચાલ્યો ગયો.


હું તો નક્કી આ દેશમાં જ મરવાનો છું, હું યર્દન નદી ઓળંગી શકવાનો નથી. પણ તમે પેલી પાર જશો. અને એ ઉતમ દેશનું વતન પ્રાપ્ત કરશો.


ત્યારે શાઉલે યોનાથાનને કહ્યું, “તેં શું કર્યું છે તે મને કહે.” યોનાથાને તેને કહ્યું કે, “મારા હાથમાં લાકડી હતી તેના છેડાથી મેં કેવળ થોડું મધ ચાખ્યું છે. હું અહી છું; મારે મરવું પડે એમ છે.”


Lean sinn:

Sanasan


Sanasan