ઉત્પત્તિ 50:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 ‘તમે આ પ્રમાણે યૂસફને કહેજો, “તેઓએ તારી સાથે જે ખરાબ વર્તન કર્યું અને તારો અપરાધ કર્યો તે માટે કૃપા કરીને તારા પિતાના ઈશ્વરના ભાઈઓને માફ કરજે.’ જયારે તે સંદેશ તેને મળ્યો ત્યારે યૂસફ ગળગળો થઈ ગયો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 ‘તમે આ પ્રમાણે યૂસફને કહેજો, તારા ભાઈઓએ તારો અપરાધ કર્યો છે. હવે તું તેઓના તે પાપની ક્ષમા કરજે, કેમ કે તેઓએ તારું ભુંડું કર્યું હતું.’ તે માટે હવે તારા પિતાના ઈશ્વરના દાસોનો અપરાધ તું માફ કરજે.” યૂસફને તે વાત કહેવમાં આવી ત્યારે તે રડી પડયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 ‘યોસેફને કહેજો કે તારા ભાઈઓએ તારો અપરાધ કર્યો હતો. તું તેમનો ગુનો માફ કરજે એટલું હું માગું છું.’ એટલે હવે અમે તમને વિનંતી કરીએ છીએ કે તમારા પિતાના ઈશ્વરના આ સેવકોનો ગુનો માફ કરો.” તેમનો આ સંદેશો યોસેફને મળ્યો ત્યારે તે રડી પડયો. Faic an caibideilપવિત્ર બાઈબલ17 તમે યૂસફને આ પ્રમાંણે કહેજો, ‘તારા ભાઈઓએ તારી સાથે ભૂંડો વ્યવહાર કરીને અપરાધ કર્યો હતો, હવે તું તેઓના અપરાધના પાપને માંફ કરજે, એટલું હું માંગું છું.’ તેથી અમે તમને અરજ કરીએ છીએ કે, તમાંરા પિતાના દેવના આ સેવકોનો અપરાધ માંફ કરો.” યૂસફને આ સંદેશો જેવો પહોંચાડવામાં આવ્યો તેવો જ તે રડી પડયો. Faic an caibideil |