ઉત્પત્તિ 47:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તારા દેખતાં અમે, અમારા ખેતરો સહિત શા માટે મરણ પામીએ? અનાજને બદલે અમને તથા અમારી જમીનને વેચાતાં લે અને અમે તથા અમારા ખેતર ફારુનને હવાલે કરીશું. અમને અનાજ આપ કે અમે જીવતા રહીએ, મરીએ નહિ. અમે મજૂરી કરીશું અને જમીન પડતર નહિ રહે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 તમારા દેખતાં અમે અમારાં ખેતરો સુદ્ધાં શા માટે નાશ પામીએ? રોટલીને બદલે અમને તથા અમારી જમીનને વેચાતાં લો, ને અમે તથા અમારાં ખેતર ફારુનના દાસ થઈશું; અને અમને બી આપો કે, અમે જીવતા રહીએ ને મરીએ નહિ, ને જમીન પડતર રહે નહિ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 શું અમે તમારી નજર આગળ જ ખતમ થઈ જઈશું! શું અમારી જમીનો પણ ધણી વગરની થઈ જશે? અનાજના બદલામાં તમે અમને અને અમારી જમીનોને ખરીદી લો. એટલે અમે તથા અમારી જમીનો ફેરોના તાબામાં રહીશું. અમને બિયારણ આપો, જેથી અમે મરી ન જઈએ પણ જીવતા રહીએ, વળી, અમારી જમીનો પણ વેરાન થઈ જાય નહિ.” Faic an caibideilપવિત્ર બાઈબલ19 તમાંરી નજર સમક્ષ અમો ચોક્કસ મરી જશું? પણ જો તમે અમને ખાવાનું આપશો તો અમે અમાંરી જમીનો ફારુનને આપી એના ગુલામો બની જશું, માંટે અમને બીજ આપો જેથી અમે મરતા બચી જઈએ અને જીવવા પામીએ, ને જમીન પડતર બની રહે નહિ.” Faic an caibideil |