ઉત્પત્તિ 44:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 અને તેના જાણવામાં આવે કે તેનો દીકરો અમારી સાથે પાછો આવ્યો નથી તો તે આ વાતથી મૃત્યુ પામશે અને અમારે અમારા પિતાને દુઃખ સહિત દફનાવવાનાં થશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 તો આ છોકરામાં તેમનો જીવ છે, તેથી એમ થશે કે જ્યારે તે જોશે કે છોકરો અમારી સાથે નથી, ત્યારે તે મરી જશે; અને તમારા દાસો તમારા દાસનાં એટલે અમારા પિતાનાં પળિયાં શોકને મારે ઘોર ઉતારશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.31 તો આ છોકરાના જીવમાં તેમનો જીવ પરોવાઈ ગયો હોવાથી તે અમારી સાથે નથી એવું જાણતાની સાથે જ તે મૃત્યુ પામશે અને તમારા આ દાસો તમારા દાસ અમારા પિતાને એના શોકથી વૃદ્ધાવસ્થામાં મૃત્યુલોક શેઓલમાં ઉતારી દેશે. Faic an caibideilપવિત્ર બાઈબલ31 તેનો જીવ એટલો બધો એ છોકરામાં છે કે, અમાંરી સાથે એ છોકરો નથી એ જોતાંની સાથે જ એનું મોત થશે; અને આપના આ સેવકોએ આપના સેવક અમાંરા પિતાને ઘરડેઘડપણ શોક કરતા દફનાવવા પડશે. Faic an caibideil |