ઉત્પત્તિ 43:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેઓએ કહ્યું, “આપણા વિષે તથા આપણા કુટુંબ વિષે તે માણસે પૂછપરછ કરીને કહ્યું, ‘શું તમારો પિતા હજુ હયાત છે? શું તમારો બીજો કોઈ ભાઈ છે?’ અમે તેના પ્રશ્નો પ્રમાણે તેને ઉત્તર આપ્યો. અમને શું ખબર કે તે એમ કહેશે, ‘તમારા ભાઈને અહીં લાવો?’” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને તેઓએ કહ્યું, “આપણ વિષે તથા આપણા કુટુંબ વિષે તે માણસે પૂછપરછ કરી, ‘શું તમારો પિતા હજુ જીવે છે? તમારે બીજો કોઈ ભાઈ છે?’ અને તે વાત પ્રમાણે અમે તેને ઉત્તર આપ્યો. અમે શું જાણીએ કે તે એમ કહેશે, ‘તમારા ભાઈને અહીં લેતા આવો?’” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 તેમણે જવાબ આપ્યો, “એ માણસે અમને આપણા કુટુંબ સંબંધી વિગતવાર પૂછપરછ કરી: ‘શું તમારા પિતા હજી જીવે છે? તમારે કોઈ ભાઈ છે?’ અને અમારે એના પ્રશ્ર્નોના જવાબ આપવા પડયા. અમને શી ખબર કે તે અમારી સાથે અમારા ભાઈને લઈ જવાનું કહેશે?” Faic an caibideilપવિત્ર બાઈબલ7 તેમણે જવાબ આપ્યો, “પેલા માંણસે આપણા વિષે તેમજ આપણા પરિવાર વિષે પૂછપરછ કરી કે ‘શું, તમાંરા પિતા હજી જીવે છે? તમાંરે બીજા ભાઈ છે?’ એટલે અમાંરે કહેવું પડયું, અમને ખબર ન હતી કે, તે એમ કહેશે કે, તમાંરા ભાઈને અહીં લઈ આવો.” Faic an caibideil |