ઉત્પત્તિ 43:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેઓને યૂસફના ઘરમાં લાવવામાં આવ્યા તેથી તેઓને બીક લાગી. તેઓ બોલ્યા, “આપણે પ્રથમ વાર આવ્યા ત્યારે આપણા થેલાઓ સાથે જે નાણું પાછું આપવામાં આવ્યું હતું, તેને કારણે તે આપણી વિરુદ્ધ તક શોધતો હોય એવું શક્ય છે. તે કદાચ આપણી અટકાયત કરે, આપણને ગુલામ બનાવે અને આપણા ગધેડાં પણ જપ્ત કરી લે ખરો.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને તે માણસોને તે યૂસફને ઘેર લાવ્યો, માટે તેઓ બીધા, ને બોલ્યા, “જે નાણું પહેલી વાર આપણી ગૂણોમાં મૂકેલું હતું તેને લીધે તે આપણને અંદર લાવ્યો છે કે, તેને આપણી વિરુદ્ધ બહાનું મળે, ને આપણા પર તે તૂટી પડે, ને આપણને ગુલામ કરી લે, તથા આપણાં ગધેડાં પણ લઈ લે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 તેમને તેના ઘેર લાવવામાં આવ્યા ત્યારે એ માણસો ગભરાયા અને વિચારવા લાગ્યા, “પહેલીવાર આપણી ગૂણોમાં પાછાં મળેલાં નાણાંને લીધે જ આપણને અહીં લાવવામાં આવ્યા છે. તેઓ લાગ જોઈને આપણી પર ઓચિંતો હુમલો કરશે, આપણને ગુલામ બનાવી દેશે અને આપણાં ગધેડાં લઈ લેશે.” Faic an caibideilપવિત્ર બાઈબલ18 પેલા માંણસોને યૂસફને ઘેર લઈ જવામાં આવ્યા એથી તેઓ ગભરાયા અને કહેવા લાગ્યા, “પહેલી વાર આપણી ગુણોમાં નાણું મૂકેલું હતું તેને લીધે તે આપણને અંદર લઈ આવ્યા છે. હવે એ લોકો આપણા પર તૂટી પડશે અને આપણને જબરજસ્તીથી ગુલામ બનાવશે. તથા આપણા ગધેડાં પણ લઈ લેશે.” Faic an caibideil |