ઉત્પત્તિ 43:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તેઓએ ભેટ લીધી, બમણાં નાણાં લીધાં અને બિન્યામીનને સાથે લઈને તેઓ મિસરમાં ગયા; અને યૂસફની સમક્ષ આવીને ઊભા રહ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને તે માણસોએ તે ભેટ લીધી, ને પોતાની સાથે બમણું નાણું લીધું, અને બિન્યામીનને સાથે લીધો; અને ઊઠીને મિસરમાં ગયા, ને યૂસફ આગળ આવી ઊભા રહ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 તેથી એ માણસોએ બક્ષિસો અને બમણાં નાણાં લીધાં અને સાથે બિન્યામીનને પણ લીધો. તેઓ તૈયાર થઈને ઇજિપ્તમાં ગયા, અને ત્યાં યોસેફ સમક્ષ હાજર થયા. Faic an caibideilપવિત્ર બાઈબલ15 પછી તે માંણસોએ તેમની સાથે ભેટો, પહેલી વખત કરતાં બમણું નાણું અને બિન્યામીનને લઈને તેઓ ઊપડયા. અને મિસરમાં પહોંચતા તેઓ યૂસફની આગળ આવીને ઊભા રહ્યાં. Faic an caibideil |