ઉત્પત્તિ 42:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 તેણે તેના ભાઈઓને કહ્યું, “મારાં નાણાં મને પાછાં મળ્યાં છે. તે મારી ગૂણમાં હતાં.” તેઓનાં મન ગભરાયા અને તેઓ ભયભીત થયા. તેઓએ કહ્યું, “ઈશ્વરે આપણને આ શું કર્યું છે?” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 અને તેણે પોતાના ભાઈઓને કહ્યું, “મારું નાણું મને પાછું મળ્યું છે; અને જુઓ, તે મારી ગુણમાં છે.” અને તેઓ મનમાં ગભરાયા, ને તેઓ થરથરતાં માંહોમાંહે બોલ્યા, “ઈશ્વરે આપણને આ શું કર્યું છે?” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.28 તેણે તેના ભાઈઓને કહ્યું, “મારું નાણું મને પાછું મળ્યું છે. તે અહીં મારી ગૂણમાં છે.” તેમનાં હૃદય હતાશ થઈ ગયાં. તેઓએ ભયથી કાંપતા કાંપતાં એકબીજા તરફ ફરીને કહ્યું, “ઈશ્વરે આપણને આ શું કર્યું?” Faic an caibideilપવિત્ર બાઈબલ28 એટલે તરત જ તેણે પોતાના ભાઇઓને કહ્યું, “માંરા પૈસા મને પાછા મળ્યાં છે. જુઓ, આ રહ્યા માંરા થેલામાં!” આ સાંભળીને તે બધા મનમાં ખૂબ ગભરાયા, અને ધ્રૂજતા ધ્રૂજતા તેઓ એકબીજાના મો જોવા લાગ્યાં, અને બોલવા લાગ્યા, “દેવે આપણને આ શું કર્યુ?” Faic an caibideil |