Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 41:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 યૂસફે ફારુનને કહ્યું, “આપનાં સ્વપ્નો એક જેવા જ છે. ઈશ્વર જે કરવાના છે તે તેમણે આપને જણાવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને યૂસફે ફારુનને કહ્યું, “ફારુનનું સ્વપ્ન એક જ છે. ઈશ્વર જે કરવાનઅ છે તે તેમણે ફારુનને જણાવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 યોસેફે ફેરોને કહ્યું, “બે સ્વપ્નોનો અર્થ એક જ છે. ઈશ્વર શું કરવાના છે તે તેમણે તમને જણાવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 ત્યારબાદ યૂસફે ફારુનને કહ્યું, “ફારુનનાં બંને સ્વપ્નનો અર્થ તો એક જ છે. હવે દેવ શું કરનાર છે એ તેણે ફારુનને દર્શાવ્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 41:25
18 Iomraidhean Croise  

તેઓએ તેને કહ્યું, “અમને બન્નેને સ્વપ્ન આવ્યું છે અને તેનો અર્થ બતાવે એવો કોઈ મળી શકે તેમ નથી.” યૂસફે તેઓને કહ્યું, “અર્થ બતાવવો એ શું ઈશ્વરનું કામ નથી? તમારા સ્વપ્ન વિષે મને જણાવો તો ખરા!”


યૂસફે ફારુનને ઉત્તર આપ્યો, “હું નહિ, પણ ઈશ્વર આપને શાંતિ થાય એવો ઉત્તર આપશે.”


જે સાત સારી ગાયો તે સાત વર્ષો છે અને સાત સારાં કણસલાં તે પણ સાત વર્ષો છે. સ્વપ્નો તો એકસમાન જ છે.


જે વાત મેં ફારુનને કહી તે આ છે. ઈશ્વર જે કરવાના છે તે તેમણે આપને બતાવ્યું છે.


ફારુનને બે વાર સ્વપ્ન આવ્યાં તે એ માટે કે એ વાત ઈશ્વરે નક્કી ઠરાવી છે અને ઈશ્વર તે થોડી જ વારમાં પૂરી કરવાના છે.


યહોવાહે પોતાનું તારણ બતાવ્યું છે; તેમણે પોતાનું ન્યાયીપણું વિદેશીઓની દ્રષ્ટિમાં પ્રગટ કર્યું છે.


જો તું નહિ જવા દે તો હું મારી બધી મરકીઓ તારા પર, તારા સરદારો પર અને તારા લોકો પર મોકલીશ. ત્યારે તને ખબર પડશે કે જગતમાં મારા જેવો અન્ય કોઈ ઈશ્વર નથી.”


સર્વ પ્રજાઓ એકઠી થાઓ અને લોકો ભેગા થાઓ. તેઓમાંથી કોણ આવી વાત જાહેર કરે અને અગાઉ બનેલી બિના અમને કહી સંભળાવે? તેઓ પોતાને સાચા ઠરાવવા પોતાના સાક્ષીઓ હાજર કરે અને તેઓ સાંભળીને કહે, ‘એ ખરું છે.’


તમે જોયું કે, પેલો પથ્થર કોઈ માણસના હાથ અડ્યા વગર પર્વતમાંથી કાપી કાઢવામાં આવ્યો. તેણે લોખંડ, કાંસુ, માટી, ચાંદી અને સોનાના ટુકડે ટુકડા કરી નાખ્યા. તે પરથી હવે પછી શું થવાનું છે તે મહાન ઈશ્વરે તમને જણાવ્યું છે. તે સ્વપ્ન સાચું છે અને તેનો અર્થ વિશ્વસનીય છે.”


રાજાએ દાનિયેલને કહ્યું, “સાચે જ તમારા ઈશ્વર દેવોના પણ ઈશ્વર છે, રાજાઓના પ્રભુ અને રહસ્યો પ્રગટ કરનાર છે. કેમ કે તેમનાથી તું આ રહસ્ય પ્રગટ કરવાને સમર્થ થયો છે.


નિશ્ચે પ્રભુ યહોવાહ, પોતાના મર્મો પોતાના સેવક પ્રબોધકોને જાણ કર્યા વિના રહેશે નહિ.


તે સમયે બે માણસ ખેતરમાં હશે તેમાંનો એક લેવાશે તથા બીજો પડતો મુકાશે.


તમે સાવધાન રહો; જુઓ, મેં તમને સઘળું અગાઉથી કહ્યું છે.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર, મહિમાવાન પિતા, પોતાના વિષેના ડહાપણને સારુ બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે;


યહોવાહે યહોશુઆને કહ્યું, “તેઓથી બીશ નહિ. કેમ કે આવતી કાલે, હું ઇઝરાયલને તેઓ સર્વને મૃત અવસ્થામાં સોંપીશ. તમે તેઓના ઘોડાઓનાં જાંઘની નસો કાપશો અને તેઓના રથ અગ્નિથી બાળશો.”


એ ઘટનાઓ બન્યા પછી મેં જોયું, તો જુઓ, સ્વર્ગમાં એક દ્વાર ખૂલેલું હતું. જે પ્રથમ વાણી રણશિંગડાના અવાજ જેવી મેં સાંભળી તે મારી સાથે બોલતી હતી. તેણે કહ્યું કે, ‘અહીં ઉપર આવ, હવે પછી જે જે થવાનું છે તે હું તને બતાવીશ.’”


Lean sinn:

Sanasan


Sanasan