Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 40:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 ત્રણ દિવસમાં ફારુન તારું માથું તારા ધડ પરથી દૂર કરશે અને તને ઝાડ પર લટકાવવામાં આવશે. પક્ષીઓ તારું માંસ ખાશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને ત્રણ દિવસમાં ફારુન તમારું માથું તમારા પરથી ઊંચકી લેશે, ને તમને ઝાડ પર ટાંગશે, અને પક્ષીઓ તમારા પરથી તમારું માંસ ચૂંટી ખાશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 ત્રણ દિવસમાં ફેરો તમારો શિરચ્છેદ કરાવશે અને તમને વૃક્ષ પર લટકાવી દેશે અને પક્ષીઓ તમારું માંસ ચૂંટી ખાશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 ત્રણ દિવસમાં ફારુન તમને મુકત તો કરશે, પરંતુ તારું માંથું કાપીને તને ઝાડ પર લટકાવશે, અને પંખીઓ તારું માંસ ફોલી ખાશે.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 40:19
17 Iomraidhean Croise  

ત્રણ દિવસમાં ફારુન તને પ્રતિષ્ઠિત કરશે અને તને પાછો તારી અસલ ફરજ પર પુનઃનિયુક્ત કરશે. તું તેનો પાત્રવાહક હતો ત્યારની પ્રણાલી પ્રમાણે તું ફારુનને તેનો પ્યાલો તેના હાથમાં આપીશ.


ઉપલી ટોપલીમાં ફારુનને માટે સર્વ પ્રકારનાં પકવાન હતાં, પણ મારા માથા પરની એ ટોપલીઓમાંથી પક્ષીઓ ખાઈ જતા હતાં.”


યૂસફે ઉત્તર આપીને કહ્યું, “એનો અર્થ આ છે. તે ત્રણ ટોપલી ત્રણ દિવસ છે.


ત્રીજે દિવસે, એટલે ફારુનના જન્મ દિવસે એમ થયું કે તેણે તેના સર્વ સેવકોને મિજબાની આપી. તેણે તેના બીજા અધિકારીઓ સમક્ષ કરતાં મુખ્ય પાત્રવાહક તથા મુખ્ય રસોઈયા પર ધ્યાન આપ્યું.


યૂસફે મુખ્ય રસોઈયાને અર્થ સમજાવ્યો હતો તે પ્રમાણે ફારુને તેને ફાંસી આપી.


તેણે અમને સ્વપ્નના જે ખુલાસા કરી બતાવ્યા હતા, તે જ પ્રમાણે થયું. મને મારી પદવી પર પાછો નિયુક્ત કરવામાં આવ્યો અને રસોઈયાને ફાંસી આપવામાં આવી હતી.”


ત્યારે એયાહની દીકરી રિસ્પાએ ટાટ લીધું અને કાપણીની શરૂઆતથી તે તેઓની ઉપર આકાશમાંથી પાણી પડ્યું ત્યાં સુધી, મૃતદેહોની બાજુમાં પોતાને માટે ખડક ઉપર તે પાથર્યું. તેણે દિવસે વાયુચર પક્ષીઓને તથા રાત્રે જંગલી પશુઓને મૃતદેહો પાસે આવવા દીધાં નહિ.


તેના વંશજોમાંથી સાત માણસો અમારે સ્વાધીન કરવામાં આવે, એટલે ઈશ્વરથી પસંદ કરાયેલા શાઉલના ગિબયામાં અમે તેઓને ઈશ્વરની આગળ ફાંસી આપીશું.” તેથી રાજાએ કહ્યું, “હું તેઓને તમારે સ્વાધીન કરીશ.”


જે આંખ તેના પિતાની મશ્કરી કરે છે અને તેની માતાની આજ્ઞા માનવાની ના પાડે છે, તેને ખીણના કાગડા કોચી કાઢશે અને ગીઘનાં બચ્ચાં તેને ખાઈ જશે.


તું, તારું આખું સૈન્ય તથા તારી સાથેના બધા સૈનિકો ઇઝરાયલના પર્વતો પર માર્યા જશે. હું તને શિકારી પક્ષીઓ તથા જંગલી પશુઓને ખોરાક તરીકે આપીશ.


કેમ કે ઈશ્વરની પૂરી ઇચ્છા તમને જણાવવાંને મેં ઢીલ કરી નથી.


ખ્રિસ્તે આપણા વતી શાપિત થઈને, નિયમશાસ્ત્રના શાપથી આપણને છોડાવી લીધા, કેમ કે લખેલું છે કે, ‘જે કોઈ ઝાડ પર ટંગાયેલો છે, તે શાપિત છે;’


પછી યહોશુઆએ રાજાઓ પર હુમલો કરીને તેમને મારી નાખ્યા. તેણે તેમને પાંચ ઝાડ પર લટકાવ્યા. અને સાંજ સુધી તેઓ ઝાડ પર ટંગાયેલા રહ્યા.


તેણે આયના રાજાને સાંજ સુધી ઝાડ પર લટકાવી રાખ્યો. જયારે સૂર્ય આથમતો હતો ત્યારે યહોશુઆએ તેઓને આજ્ઞા આપી. તેથી તેઓ રાજાનું શબ ઝાડ ઉપરથી ઉતારી લાવ્યા અને નગરના દરવાજાની આગળ નાખ્યું. તેના ઉપર તેઓએ પથ્થરનો મોટો ઢગલો કર્યો. તે આજ દિવસ સુધી છે.


તે પલિસ્તીએ દાઉદને કહ્યું, “મારી પાસે આવ અને હું તારું માંસ આકાશના પક્ષીઓને તથા વનચર પશુઓને આપું.”


આજે ઈશ્વર મને તારા પર વિજય અપાવશે, હું તને મારી નાખીશ અને તારું માથું તારા શરીર પરથી જુદું કરીશ. આજે હું પલિસ્તીઓના સૈન્યોના મૃતદેહોને આકાશના પક્ષીઓ તથા પૃથ્વીનાં જંગલી જાનવરોને આપીશ, કે જેથી આખી પૃથ્વી જાણે કે ઇઝરાયલમાં જ ઈશ્વર છે,


Lean sinn:

Sanasan


Sanasan