Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 39:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેના માલિકે જોયું કે ઈશ્વર યૂસફની સાથે છે અને તે જે કંઈ કરે છે તેમાં ઈશ્વર તેને સફળ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને તેના શેઠે જોયું કે યહોવા તેની સાથે છે, ને તે જે કંઈ કરે છે તેમાં યહોવા તેને સફળ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તેના માલિકે જોયું કે પ્રભુ તેની સાથે છે અને તેના પ્રત્યેક કાર્યમાં તેને સફળ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 પોટીફારે જોયું કે, યહોવા યૂસફની સાથે છે. તેથી યૂસફ જે કઈ કરે છે તેમાં યહોવા એને સફળતા બક્ષે છે.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 39:3
28 Iomraidhean Croise  

ઈશ્વર તે છોકરા સાથે હતા અને તે મોટો થયો. અરણ્યમાં રહીને તે ધનુર્ધારી થયો.


અબીમેલેખ અને તેના સેનાપતિ ફીકોલે ઇબ્રાહિમને કહ્યું, “જે સર્વ તું કરે છે તેમાં ઈશ્વર તારી સાથે છે.


તે માટે હવે અહીં મારી આગળ ઈશ્વરની હજૂરમાં કહે કે, મારી સાથે, મારા દીકરા સાથે અને મારા વંશજો સાથે, તું દગો નહિ કરે. વળી તારી સાથે જ વિશ્વસનીય કરાર કર્યો છે તે પ્રમાણે મારી સાથે આ દેશ કે જેમાં તું રહે છે તેમાં વર્તજે.”


તે જ રાત્રે તેને દર્શન આપીને ઈશ્વરે કહ્યું, “હું તારા પિતા ઇબ્રાહિમનો ઈશ્વર છું. બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું, મારા સેવક ઇબ્રાહિમને લીધે હું તને આશીર્વાદ આપીશ અને તારો વંશ વધારીશ.”


તેઓએ કહ્યું, “અમે સ્પષ્ટ રીતે જોયું છે કે ઈશ્વર તારી સાથે છે. તેથી અમે નક્કી કર્યું કે, આપણી વચ્ચે, હા, તારી તથા અમારી વચ્ચે પ્રતિજ્ઞા કરવામાં આવે અને અમે તારી સાથે કરાર કરીએ,


લાબાને તેને કહ્યું, “જો, હવે તારી દ્રષ્ટિમાં મેં કૃપા પ્રાપ્ત કરી હોય તો રહે, કેમ કે ઈશ્વર દ્વારા મને જણાયું છે કે તારે લીધે ઈશ્વરે મને ઘણો આશીર્વાદ આપ્યો છે.”


હું અહીં આવ્યો તે પહેલાં તારી પાસે થોડું હતું અને હવે તે ઘણું વધી ગયું છે. જ્યાં મેં કામ કર્યું છે ત્યાં ઈશ્વરે તને આશીર્વાદ આપ્યો છે. હવે મારા પોતાના ઘર કુટુંબ માટે પણ મારે ઘણું કરવાનું છે. તે હું ક્યારે પૂરું કરીશ?”


ઈશ્વર યૂસફની સાથે હતા. પોટીફાર ઘણા સંપત્તિવાન માણસ હતો. યૂસફે તેના માલિક, મિસરી પોટીફારના ઘરમાં વસવાટ કર્યો.


પણ ઈશ્વર યૂસફની સાથે હતા અને તેમણે તેના પર દયા કરી. તેને કેદખાનાના અમલદારની દ્રષ્ટિમાં કૃપા પમાડી.


તે કેદખાનાનો અમલદાર યૂસફનાં કોઈપણ કામમાં માથું મારતો ન હતો કે તેની ચિંતા કરતો ન હતો. કેમ કે ઈશ્વર યૂસફની સાથે હતા. તેણે જે કંઈ કામ કર્યું તેમાં ઈશ્વરે તેને સફળતા બક્ષી.


તેથી યહોવાહ હિઝકિયાની સાથે રહ્યા અને જયાં જયાં તે ગયો ત્યાં ત્યાં તે સફળ થયો. તેણે આશ્શૂરના રાજા સામે બળવો કર્યો અને તેની તાબેદારી કરી નહિ.


યહોવાહે, ઇઝરાયલને માટે મૂસાને જે નિયમો અને કાનૂનો આપ્યાં છે તેનું તું કાળજીપૂર્વક પાલન કરશે ત્યારે તું સફળ થશે. બળવાન તથા હિંમતવાન થા. બીશ નહિ કે ગભરાઈશ નહિ.


ગતકાળમાં એલાઝારનો દીકરો ફીનહાસ તેઓનો ઉપરી હતો, યહોવાહ તેમની સાથે હતા.


દાઉદનો દીકરો સુલેમાન પોતાના રાજ્યમાં પરાક્રમી થયો કારણ કે તેના પ્રભુ ઈશ્વર તેની સાથે હતા અને તેમણે તેને ઘણો સામર્થ્યવાન બનાવ્યો હતો.


ઝખાર્યાએ ઉઝિયાને ઈશ્વર વિશેનું શિક્ષણ આપ્યું હતું અને તેની હયાતીમાં તે ઈશ્વરની આરાધના કરતો હતો. જેમ જેમ તે ઈશ્વરના માર્ગે ચાલતો ગયો તેમ તેમ ઈશ્વરે તેને સમૃદ્ધિ આપી.


પછી મેં તેઓને જવાબ આપ્યો, “આકાશના ઈશ્વર અમને સફળતા આપશે. અમે તેમના સેવકો છીએ અને અમે બાંધકામ શરૂ કરીશું. પણ તમારો કંઈ હિસ્સો, હક કે સ્મારક યરુશાલેમમાં નથી, એ સમજી લેજો.”


તે નદીના કિનારે રોપાયેલાં વૃક્ષ જેવો થશે, જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, જેનાં પાંદડાં કદી પણ કરમાતાં નથી, તે જે કંઈ કરે છે તે સફળ થાય છે.


સૈન્યોના યહોવાહ એવું કહે છે કે, ‘તે સમયે દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી દસ માણસો તારા ઝભ્ભાની કિનારી હાથમાં લેશે અને કહેશે, “અમે તારી સાથે આવીશું, કેમ કે અમે સાંભળ્યું છે કે ઈશ્વર તારી સાથે છે.”


તેમ જ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારાં સદકૃત્યો જોઈને સ્વર્ગમાંનાં તમારા પિતાનો મહિમા કરે.


હું આવું ત્યારે ધર્મદાન ઉઘરાવવા પડે નહિ, માટે અઠવાડિયાને પહેલે દિવસે તમારામાંના પ્રત્યેકે પોતાની કમાણી પ્રમાણે અમુક હિસ્સો રાખી મૂકવો.


કેમ કે ઈશ્વર તમારા યહોવાહે તમારા હાથનાં બધાં જ કાર્યોમાં તમને આશીર્વાદ આપ્યો છે, આ મોટા અરણ્યમાં તમારું ચાલવું તેમણે જાણ્યું છે. કેમ કે આ ચાળીસ વર્ષ ઈશ્વર તમારા યહોવાહ તમારી સાથે રહ્યા, તમને કશાની ખોટ પડી નથી.’”


શું મેં તને આજ્ઞા કરી નથી? બળવાન તથા હિંમતવાન થા! ડર નહિ. નિરાશ ન થા.” જ્યાં કંઈ તું જશે ત્યાં યહોવાહ તારા પ્રભુ તારી સાથે છે.”


જુઓ, જેઓ શેતાનની સભામાંના છે, જેઓ કહે છે કે અમે યહૂદી છીએ, તોપણ એવા નથી, તેઓ જૂઠું બોલે છે. હું તેઓની પાસે એમ કરાવીશ કે તેઓ આવીને તારા પગ આગળ નમશે, અને મેં તારા પર પ્રેમ રાખ્યો છે એવું તેઓ જાણશે.


દાઉદ પોતાના સર્વ કાર્યો ડહાપણપૂર્વક કરતો હતો. ઈશ્વર તેની સાથે હતા.


અને શાઉલે જોયું અને જાણ્યું કે, ઈશ્વર દાઉદની સાથે છે. શાઉલની દીકરી મિખાલે તેને પ્રેમ કર્યો.


શમુએલ મોટો થયો, ઈશ્વર તેની સાથે હતા અને ઈશ્વરે શમુએલના પ્રબોધકીય શબ્દોને નિષ્ફળ થવા દીધા નહિ.


Lean sinn:

Sanasan


Sanasan