ઉત્પત્તિ 31:42 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201942 જો મારા દાદા ઇબ્રાહિમ તથા પિતા ઇસહાક જે ઈશ્વરના ભયમાં ચાલતા હતા, તે ઈશ્વર મારી સાથે ન હોત, તો નિશ્ચે આ વખતે તું મને ખાલી હાથે વિદાય કરત. ઈશ્વરે તારો અત્યાચાર તથા મારી સખત મહેનત જોયાં છે અને તેથી તેમણે ગતરાત્રે તને ઠપકો આપ્યો છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)42 જો મારા પિતાના ઈશ્વર, ઇબ્રાહિમના ઈશ્વર તથા ઇસહાક જેના ભયમાં ચાલતા હતા, તે મારી સાથે ન હોત, તો ખચીત આ વખતે તું મને ખાલી હાથે વિદાય કરત. ઈશ્વરે મારું દુ:ખ તથા મારા હાથની મહેનત જોયાં છે, ને ગઈ રાત્રે તને વાર્યો છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.42 જો મારા પિતાના ઈશ્વર, એટલે અબ્રાહામના ઈશ્વર તથા ઇસ્હાકના આરાધ્ય ઈશ્વર મારી સાથે ન હોત તો તમે મને ક્યારનોય ખાલી હાથે કાઢી મૂક્યો હોત. પરંતુ ઈશ્વરે મારાં દુ:ખ અને મહેનત જોયાં છે અને ગઈ કાલે રાત્રે તેમણે તમને ઠપકો આપ્યો છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ42 પરંતુ જો માંરા પૂર્વજોના દેવ, ઇબ્રાહિમના દેવ અને દેવ જેની ઈસહાક ઉપાસના કરે છે તે દેવ માંરા પક્ષમાં ના હોત તો તમે મને ખાલી હાથે કાઢી મૂકયો હોત. પરંતુ દેવે માંરી વેદના અને માંરા કામને ધ્યાનમાં લીધાં. અને ગઇ રાતે દેવે સાબિત કર્યુ કે, હું સાચો છું.” Faic an caibideil |