Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 31:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 યાકૂબે લાબાનના મુખ પર જોતાં તેને જણાયું કે તેના પ્રત્યેનું લાબાનનું વલણ બદલાયેલું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને યાકૂબે લાબાનનું મોં જોયું, તો જુઓ તેની નજર પહેલાંના જેવી તેના પર નહોતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 યાકોબે જોયું કે લાબાનનું વર્તન પહેલાંના જેવું મૈત્રીપૂર્ણ રહ્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 યાકૂબને એમ પણ થયું કે, લાબાન હવે પહેલાની જેમ મીઠો પ્રેમભાવ રાખતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 31:2
11 Iomraidhean Croise  

લાબાને તેને કહ્યું, “જો, હવે તારી દ્રષ્ટિમાં મેં કૃપા પ્રાપ્ત કરી હોય તો રહે, કેમ કે ઈશ્વર દ્વારા મને જણાયું છે કે તારે લીધે ઈશ્વરે મને ઘણો આશીર્વાદ આપ્યો છે.”


હવે યાકૂબે લાબાનના દીકરાઓને એવી વાતો કહેતા સાંભળ્યાં કે, “જે સઘળું આપણા પિતાનું હતું તે યાકૂબે લઈ લીધું છે. આપણા પિતાની સર્વ સંપત્તિ તેણે મેળવી છે.”


પછી ઈશ્વરે યાકૂબને કહ્યું, “તું તારા પિતૃઓના દેશમાં તથા તારા કુટુંબીજનો પાસે પાછો જા અને હું તારી સાથે હોઈશ.


અને તેઓને કહ્યું, “તમારા પિતાનું મારા પ્રત્યેનું વલણ બદલાઈ ગયું છે પણ મારા પિતાના ઈશ્વર મારી સાથે છે.


પણ કાઈનને તથા તેના અર્પણને અમાન્ય કર્યાં. તેથી કાઈન ઘણો ગુસ્સે થયો અને તેનું મોં ઊતરી ગયું.


પરંતુ મૂસાએ યહોવાહને કહ્યું, “હે પ્રભુ યહોવાહ, હું સાચું કહું છું કે, હું કોઈ સારો વક્તા નથી. હું લોકો સાથે કુશળતાપૂર્વક વાત કરવાની ક્ષમતા ધરાવતો નથી. તમારી સાથે વાતચીત થઈ તે પછી પણ હું બોલવામાં મંદ છું. મારી જીભ બરાબર ચાલતી નથી.”


ત્યારે નબૂખાદનેસ્સાર વધારે રોષે ભરાયો; શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો સામે તેનો ચહેરો બદલાઈ ગયો. તેણે હુકમ કર્યો કે, ભઠ્ઠીને હંમેશાં ગરમ કરવામાં આવે છે તેના કરતાં સાતગણી વધારે ગરમ કરવામાં આવે.


જે કોઈ અન્ય વ્યક્તિને મારી નાખીને ત્યાં નાસી જાય તે બચી જાય આ નિયમ તેઓના માટે છે: જે કોઈને પોતાના પડોશી પર પહેલાં દ્રેષ ન હતો, પણ અજાણ્યે તે તેને મારી નાખે તે,


તમારી મધ્યે જે કોઈ માણસ લાગણીશીલ હશે તેની નજર તેના ભાઈ પ્રત્યે, પોતાની પ્રિય પત્ની પ્રત્યે અને પોતાનાં બાકી રહેલાં સંતાનો પ્રત્યે ઈર્ષ્યાળુ થશે.


પછી યોનાથાને દાઉદને બોલાવ્યો, યોનાથાને તેને એ સર્વ વાતો કહી. અને યોનાથાન દાઉદને શાઉલ પાસે લાવ્યો, તે આગળની માફક તેની સમક્ષતામાં રહ્યો.


Lean sinn:

Sanasan


Sanasan