Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 31:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે યાકૂબે લાબાનના દીકરાઓને એવી વાતો કહેતા સાંભળ્યાં કે, “જે સઘળું આપણા પિતાનું હતું તે યાકૂબે લઈ લીધું છે. આપણા પિતાની સર્વ સંપત્તિ તેણે મેળવી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને તેણે લાબાનના દીકરીઓની આ વાત સાંભળી, “જે આપણા પિતાનું તે બધું યાકૂબે લઈ લીધું છે. અને આપણા પિતાનું જે હતું તેથી તેણે આ સર્વ સંપત મેળવી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 યાકોબે લાબાનના પુત્રોને આવું બોલતા સાંભળ્યા: “યાકોબે આપણા પિતાનું સર્વસ્વ પડાવી લીધું છે. આપણા પિતાની સંપત્તિ દ્વારા જ યાકોબે આ બધી સંપત્તિ સંપાદન કરી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 એક દિવસ યાકૂબે લાબાનના પુત્રોને વાતો કરતાં સાંભળ્યા, તેઓએ કહ્યું કે, “યાકૂબે અમાંરા પિતાજીનું સર્વસ્વ લઈ લીધું છે. તે ધનવાન બની ગયો છે અને તેણે અમાંરા પિતાની બધી મિલકત લઇ લીધી છે.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 31:1
23 Iomraidhean Croise  

પરિણામે યાકૂબના ઘેટાંબકરાંમાં ઘણો વધારો થયો. તેની પાસે દાસો તથા દાસીઓ, ઊંટો તથા ગધેડાં ઉપરાંત વિશાળ પ્રમાણમાં અન્ય જાનવરોની સંપત્તિ હતી.


યાકૂબે લાબાનના મુખ પર જોતાં તેને જણાયું કે તેના પ્રત્યેનું લાબાનનું વલણ બદલાયેલું છે.


લાબાને ઉત્તર આપીને યાકૂબને કહ્યું, “આ દીકરીઓ મારી દીકરીઓ છે, આ છોકરાઓ મારા છોકરા છે અને આ ટોળાં મારાં ટોળાં છે. જે સર્વ તું જુએ છે તે મારું છે. પણ હવે આ મારી દીકરીઓને તથા તેઓએ જે બાળકોને જન્મ આપ્યો છે, તેઓને લીધે તને હું શું કરું?


મિસરમાં મારો સર્વ મહિમા તથા જે સર્વ તમે જોયું તે મારા પિતાને જણાવો. જલ્દી જઈને મારા પિતાને અહીં લઈ આવો.”


તેઓની સમક્ષ પોતાની પુષ્કળ સમૃદ્ધિ, પોતાનાં સંતાનોની વિશાળ સંખ્યા, કેવી રીતે રાજાએ તેનું સન્માન કર્યું અને તેને બીજા બધાં આગેવાનોથી ઊંચી પદવી આપી હામાને કહી સંભળાવ્યું.


જો મારો ખોરાક ખાઈને તૃપ્ત થયો ન હોય એવો એક પણ માણસ મળી આવે એવું મારા તંબુના માણસોએ શું કદી કહ્યું છે?’


હે યહોવાહ, તમારા હાથ વડે માણસોથી કે જેઓનો હિસ્સો આ જિંદગીમાં છે તેવા આ જગતના માણસોથી મારા જીવને બચાવો! જેઓનાં પેટ તમે તમારા દ્રવ્યથી ભરો છો; તેઓને ઘણા બાળકો છે અને પોતાની બાકી રહેલી મિલકતનો વારસો પોતાનાં બાળકોને માટે મૂકી જાય છે.


મારો આત્મા સિંહોની મધ્યે છે; અગ્નિથી સળગેલા સાથે મારે સૂઈ રહેવું પડે છે, માણસોના દીકરાઓ, જેઓના દાંત ભાલા તથા બાણ જેવા છે અને તેઓની જીભ તીક્ષ્ણ તલવાર જેવી છે.


હૃદયની શાંતિ શરીરનું જીવન છે; પણ ઈર્ષ્યા હાડકાનો સડો છે.


ક્રોધ ક્રૂર છે અને કોપ રેલરૂપ છે, પણ ઈર્ષ્યા આગળ કોણ ટકી શકે?


વળી મેં સઘળી મહેનત અને ચતુરાઈનું દરેક કામ જોયું અને એ પણ જોયું કે તેના લીધે માણસ ઉપર તેનો પડોશી ઈર્ષ્યા કરે છે. એ પણ વ્યર્થ તથા પવનથી મુઠી ભરવા જેવું છે.


તેથી મૃત્યુએ અધિક તૃષ્ણા રાખીને પોતાનું મુખ અત્યંત પહોળું કર્યુ છે; તેઓના પસંદ કરાયેલા લોકો, તેઓના આગેવાનો, સામાન્ય લોકો અને તેઓમાં મોજ માણનાર તેમાં ઊતરી જાય છે.


યહોવાહ કહે છે, જ્ઞાનીએ પોતાના ડહાપણ વિષે અભિમાન કરવું નહિ. તેમ જ બળવાને પોતાના બળ વિષે અભિમાન કરવું નહિ. વળી ધનવાને પોતાના ધન વિષે અભિમાન કરવું જોઈએ નહિ.


જો, કહેવતોનો ઉપયોગ કરનાર દરેક તારે માટે આ કહેવત કહેશે, જેવી મા તેવી દીકરી.


ફરીથી શેતાન તેમને ઘણાં ઊંચા પહાડ ઉપર લઈ ગયો અને દુનિયાના સઘળાં રાજ્યો તથા તેઓનો વૈભવ તેમને બતાવ્યા.


તો તે અભિમાની છે, અને કંઈ જાણતો નથી, પણ તે વાદવિવાદ અને શાબ્દિક તકરારોથી પીડાય છે કે જેમાંથી અદેખાઈ, ઝઘડા, નિંદા, દુષ્ટ શંકાઓ ઊપજે છે,


કેમ કે આપણે પણ અગાઉ અજ્ઞાન, અનાજ્ઞાંકિત, કુમાર્ગે ભટકાવેલા, ઘણી વિષયવાસનાઓ તથા વિલાસના દાસો, દુરાચારી તથા અદેખાઈ રાખનારા, તિરસ્કારપાત્ર તથા એકબીજાનો તિરસ્કાર કરનારાં હતા.


કેમ કે, ‘સર્વ લોકો ઘાસનાં જેવા છે અને મનુષ્યનો બધો વૈભવ ઘાસનાં ફૂલ જેવો છે. ઘાસ સુકાઈ જાય છે અને તેનું ફૂલ ખરી પડે છે,


Lean sinn:

Sanasan


Sanasan