Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 3:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 યહોવાહ ઈશ્વરે સાપને કહ્યું કે, “તેં આ કૃત્ય કર્યું છે, તેથી તું સર્વ ગ્રામ્યપશુઓ તથા વનપશુઓની વચ્ચે હવે શાપિત છે. તું પેટે ચાલશે અને પોતાના જીવનના સર્વ દિવસો સુધી તારે ધૂળ ખાવી પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને યહોવા ઈશ્વરે સર્પને કહ્યું, “તેં એ કર્યું છે, તે માટે તું સર્વ ગ્રામ્યપશુઓ તથા વનપશુઓ કરતાં શાપિત હો. તું પેટે ચાલશે, ને પોતના સર્વ દિવસ સુધી ધૂળ ખાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 પ્રભુ પરમેશ્વરે સાપને કહ્યું, “તેં આ કામ કર્યું છે, તેથી સર્વ પાલતુ પ્રાણીઓ અને વન્યપશુઓમાં માત્ર તું જ શાપિત થાઓ. હવેથી તું પેટે ચાલશે અને જિંદગીભર ધૂળ ચાટયા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 પછી યહોવા દેવે સર્પને કહ્યું: “તેં આ ઘણું ખરાબ કામ કર્યું છે, તેથી તારું ખોટું જ થશે. બીજા જંગલનાં પ્રાણીઓ કરતાં તારું ભૂંડું વધારે થશે. તારે જીવનપર્યંત પેટ ઘસડીને ચાલવું પડશે, અને ધૂળ ફાકીને રહેવું પડશે.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 3:14
10 Iomraidhean Croise  

હવે યહોવાહ ઈશ્વરે ઉત્પન્ન કરેલાં સર્વ પ્રાણીઓમાં સાપ સૌથી વધારે ધૂર્ત હતો. તેણે સ્ત્રીને કહ્યું કે, “શું ઈશ્વરે ખરેખર તમને એવું કહ્યું છે કે, ‘વાડીના કોઈપણ વૃક્ષનું ફળ તમારે ન ખાવું?’


હવે તારા ભાઈનું લોહી તારા હાથથી લેવાને જે ભૂમિએ પોતાનું મુખ ઉઘાડ્યું છે, તેથી તું શાપિત થયો છે.


જે કોઈ માણસનું લોહી વહેવડાવે, તેનું લોહી પણ માણસથી વહેવડાવાશે, કેમ કે ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું છે.


જેઓ અરણ્યમાં રહે છે, તેઓ તેમની આગળ નમશે; તેમના શત્રુઓ ધૂળ ચાટશે.


તને નીચે પાડવામાં આવશે અને તું ભૂમિમાંથી બોલશે; ધૂળમાંથી તારી ધીમી વાણી સંભળાશે. તારો અવાજ ભૂમિમાંથી સાધેલા અશુદ્ધ આત્માનાં જેવો આવશે અને તારો બોલ ધીમે સ્વરે ધૂળમાંથી આવશે.


વરુ તથા ઘેટું સાથે ચરશે અને સિંહ બળદની જેમ ઘાસ ખાશે; પણ ધૂળ સાપનું ભોજન થશે. મારા આખા પવિત્ર પર્વતમાં તેઓ ઉપદ્રવ કે વિનાશ કરશે નહિ.” એવું યહોવાહ કહે છે.


તમારે શુદ્ધ અને અશુદ્ધ પશુઓ અને પક્ષીઓ વચ્ચેનો ભેદ સમજવો. અને તે અશુદ્ધ પશુ કે પક્ષી અથવા ભૂમિ પર ચાલનારા જીવો કે જેમને મેં તમારાથી અલગ કર્યા છે તે વડે પોતાને અશુદ્ધ ન કરવા.


તેઓ સાપની જેમ ધૂળ ચાટશે, તેઓ પૃથ્વી ઉપર પેટે ચાલતાં સજીવોની માફક, પોતાના ગુપ્ત સ્થાનોમાંથી ધ્રૂજતાં ધ્રૂજતાં બહાર આવશે. તે પ્રજાઓ યહોવાહ આપણા ઈશ્વરની પાસે બીતી બીતી આવશે, તેઓ તારાથી ડરશે.


Lean sinn:

Sanasan


Sanasan