Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 29:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 લેઆ ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. તેનું નામ રુબેન પાડવામાં આવ્યું. કેમ કે તેણે કહ્યું, “ઈશ્વરે મારું દુઃખ જોયું છે માટે હવે મારો પતિ મને પ્રેમ કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 અને લેઆ ગર્ભવતી થઈ, ને તેણે દિકરાને જન્મ આપ્યો, ને તેણે તેનું નામ રૂબેન પાડયું; કેમ કે તેણે કહ્યું, “યહોવાએ મારું કષ્ટ ખચીત જોયું છે. માટે હવે મારો પતિ મારા પર પ્રેમ કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

32 લેઆહ ગર્ભવતી થઈ અને તેણે પુત્રને જન્મ આપ્યો. તેણે કહ્યું, “પ્રભુએ મારું દુ:ખ જોયું છે; હવે જરૂર મારા પતિ મારા પર પ્રેમ કરશે.” એટલે તેણે તેનું નામ રૂબેન (જુઓ, પુત્ર) પાડયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 લેઆહે એક પુત્રને જન્મ આપ્યો, તેણે તેનું નામ રૂબેન રાખ્યું. તેણે કહ્યું, “યહોવાએ માંરાં દુ:ખો સામે જોયું છે. માંરા પતિ મને પ્રેમ કરતાં નથી. તેથી કદાચ એવું બને કે, માંરા પતિ મને પ્રેમ કરે.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 29:32
24 Iomraidhean Croise  

દૂતે તેને એ પણ કહ્યું, “તું ગર્ભવતી છે. તું દીકરાને જન્મ આપશે. તેને તું ઇશ્માએલ નામ આપજે. કેમ કે ઈશ્વરે તારું દુઃખ સાંભળ્યું છે.


ઈશ્વરે જોયું કે લેઆને પ્રેમ કરવામાં આવતો નથી, તે માટે તેમણે તેનું ગર્ભસ્થાન ઉઘાડ્યું, પણ રાહેલ નિ:સંતાન હતી.


જો મારા દાદા ઇબ્રાહિમ તથા પિતા ઇસહાક જે ઈશ્વરના ભયમાં ચાલતા હતા, તે ઈશ્વર મારી સાથે ન હોત, તો નિશ્ચે આ વખતે તું મને ખાલી હાથે વિદાય કરત. ઈશ્વરે તારો અત્યાચાર તથા મારી સખત મહેનત જોયાં છે અને તેથી તેમણે ગતરાત્રે તને ઠપકો આપ્યો છે.”


જયારે ઇઝરાયલ તે દેશમાં હતો, ત્યારે રુબેન તેના પિતાની ઉપપત્ની બિલ્હાની પાસે જઈને તેની સાથે સૂઈ ગયો. તે ઘટના ઇઝરાયલના સાંભળવામાં આવી. યાકૂબના બાર દીકરા હતા.


લેઆના દીકરા: યાકૂબનો જ્યેષ્ઠ દીકરો રુબેન તથા શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર તથા ઝબુલોન.


રુબેન પાછો ખાડાની પાસે આવ્યો અને જુઓ, યૂસફ તો ખાડામાં નહોતો. તેણે તેનાં વસ્ત્રો ફાડીને શોક પ્રદર્શિત કર્યો.


રુબેને તેઓને ઉત્તર આપ્યો, “શું મેં તમને કહ્યું ન હતું, ‘આ છોકરા સંબંધી તમે પાપ ન કરો?’ પણ તમે માન્યું નહિ. હવે તેના લોહીનો બદલો લેવામાં આવે છે.”


રસ્તામાં રાતવાસો કર્યો ત્યારે એક ભાઈએ પોતાનાં ગધેડાંને દાણા ખવડાવવાને તેની ગૂણ છોડી, ત્યારે તેણે તેમાં પોતાનાં નાણાં જોયાં. તે તેની ગૂણમાં મૂકેલા હતાં.


કદાચ ઈશ્વર મારા પર થયેલા દુઃખો પર નજર કરે, જે શાપ તે આજે આપે છે તેનો સારો બદલો ઈશ્વર મને આપે.”


ઇઝરાયલના જયેષ્ઠ દીકરા રુબેનના દીકરાઓ; જો કે રુબેન ઇઝરાયલનો જયેષ્ઠ દીકરો હતો, પરંતુ તેણે પોતાના પિતાનો પલંગ અશુદ્ધ કર્યો હતો તેથી તેના જયેષ્ઠપણાનો હક ઇઝરાયલના દીકરા યૂસફના દીકરાઓને આપવામાં આવ્યો. તેથી તેને જયેષ્ઠ દીકરા તરીકે ગણવામાં આવ્યો નહિ.


તેમ છતાં તેઓની પ્રાર્થનાઓ સાંભળીને તેમણે તેઓનું સંકટ લક્ષમાં લીધું.


મારાં દુ:ખ તથા વેદના પર નજર કરો; મારાં સર્વ પાપની ક્ષમા કરો.


પછી યહોવાહે કહ્યું, “મેં મિસરમાં મારા લોકોને દુઃખી હાલતમાં જોયા છે. તેઓના મુકાદમો તેમને પીડા આપે છે તેથી તેઓનો વિલાપ મેં સાંભળ્યો છે. તેઓની મુશ્કેલીઓ મેં જાણી છે.


લોકોએ વિશ્વાસ કર્યો કે યહોવાહે જ તેઓને મોકલ્યા છે. વડીલોએ સાંભળ્યું અને તેઓ સમજ્યા કે ઈશ્વરે પોતાના લોક ઇઝરાયલની ખબર લીધી છે અને તેઓનાં દુઃખ જોયાં છે, ત્યારે તેઓએ શિર ઝુકાવીને યહોવાહની સ્તુતિ કરી.


એફ્રાઇમની સરહદની લગોલગ પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ રુબેનનો છે.


તમારી સાથે લડાઈ કરનારા આગેવાનોનાં નામ નીચે મુજબ છે; રુબેનના કુળમાંથી શદેઉરનો દીકરો અલીસૂર.


‘માણસોમાં મારું મહેણું દૂર કરવા મારા પ્રભુએ પોતાની કૃપાદષ્ટિનાં સમયમાં મને સારા દિવસો આપ્યા છે.’”


ત્યારે અમે અમારા પિતૃઓના ઈશ્વર યહોવાહને પોકાર કર્યો. તેમણે અમારો સાદ સાંભળ્યો અને અમારી વિપત્તિ, મુશ્કેલીઓ અને અમારા પર થતાં જુલમ પર દ્રષ્ટિ કરી.


રુબેન, ગાદ, આશેર, ઝબુલોન, દાન તથા નફતાલીનાં કુળો શાપ આપવા એબાલ પર્વત પર ઊભાં રહે.


માનતા માનીને તેણે કહ્યું, “સૈન્યના ઈશ્વર, જો તમે તમારી દાસીના દુઃખ તરફ જોશો અને મને સંભારશો અને આ તમારી દાસીને વીસરશો નહિ, પણ તેને દીકરો આપશો, તો હું તેને તેના આયુષ્યનાં સર્વ દિવસોભર ઈશ્વરને અર્પણ કરીશ, અસ્ત્રો તેના માથા પર કદી ફરશે નહિ.”


સમય પસાર થતાં એમ થયું કે, હાન્ના ગર્ભવતી થઈ. પછી દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ શમુએલ રાખ્યું. અને કહ્યું, “મેં તેને ઈશ્વર પાસેથી માગી લીધો છે.”


Lean sinn:

Sanasan


Sanasan