Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 29:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેણે જોયું કે, ખેતરમાં એક કૂવો હતો. ત્યાં તેની નજીક ઘેટાંનાં ત્રણ ટોળાં હતાં. તે કૂવામાંથી તેઓ ટોળાંને પાણી પીવડાવતા હતા. કૂવા પર મોટો પથ્થર ઢાંકવામાં આવેલો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને તેણે જોયું, તો જુઓ, ખેતરમાં એક કૂવો હતો, ને જુઓ, ત્યાં તેની પાસે ઘેટાંનાં ત્રણ ટોળાં બેઠાં હતાં. કેમ કે તે કૂવામાંથી તેઓ ટોળાંને પાતા હતા; અને કૂવાના મોં પર મૂકેલો પથ્થર મોટો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 ત્યાં તેણે ખેતરમાં એક કૂવો અને તેની પાસે ઘેટાંનાં ત્રણ ટોળાં બેઠેલાં જોયાં. કારણ, એ કૂવામાંથી ઘેટાંનાં ટોળાંને પાણી પીવડાવવામાં આવતું હતું. કૂવાના મુખ ઉપર એક મોટો પથ્થર હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 યાકૂબે એક નજર કરી, તો ત્યાં તેણે વગડામાં એક કૂવો જોયો. અને કૂવા પાસે ઘેટાંનાં ત્રણ ટોળાં હતાં. એ કૂવામાંથી ઘેટાંનાં ટોળાને પાણી પીવડાવવામાં આવતું હતું. એક મોટા પથ્થરથી કૂવાનું મોઢું ઢાંકેલું હતું.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 29:2
12 Iomraidhean Croise  

તે ચાકરે તેના માલિકનાં ઊંટોમાંથી દસ ઊંટ લીધાં અને તેના માલિક તરફથી વિવિધ પ્રકારની ઘણી ભેટો પણ પોતાની સાથે લીધી. તે લઈને તે રવાના થયો અને મુસાફરી કરીને અરામ-નાહરાઈમના નાહોરના શહેરમાં આવ્યો.


સ્ત્રીઓના પાણી ભરવાના સમયે સંધ્યાકાળે તેણે ઊંટોને નગરની બહાર કૂવા પાસે બેસાડ્યાં.


હું અહીં પાણીના ઝરા પાસે ઊભો છું અને નગરના માણસોની દીકરીઓ પાણી ભરવાને બહાર આવશે.


જયારે ત્યાં સર્વ ટોળાં ભેગાં થતાં ત્યારે ઘેટાંપાળકો કૂવાના પથ્થરને ગબડાવી દેતા અને ઘેટાંને પાણી પીવડાવતા હતા પછી તે પથ્થરને પાછો તેની જગ્યાએ કૂવા પર મૂકી દેતાં.


તે મને લીલાં ઘાસમાં સુવાડે છે તે મને શાંત પાણીની પાસે દોરી જાય છે.


તેઓને ભૂખ કે તરસ લાગશે નહિ; અને તેઓને લૂ તથા તાપ લાગશે નહિ, કેમ કે જે તેઓ ઉપર દયા કરે છે, તે તેઓને દોરી જશે; પાણીના ઝરાઓની પાસે તેઓને લઈ જશે.


પણ જે પાણી હું આપીશ, તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહિ. પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે ઝરો અનંતજીવન સુધી વહ્યા કરશે.’”


ત્યાં યાકૂબનો કૂવો હતો. ઈસુ ચાલવાથી થાકેલાં હોવાથી તે કૂવા પર બેઠા; તે સમયે આશરે બપોર થઈ હતી.


કેમ કે જે હલવાન રાજ્યાસનની મધ્યે છે, તે તેઓના પાળક થશે અને જીવનનાં પાણીના ઝરાઓ પાસે તેઓને દોરી જશે; અને ઈશ્વર તેઓની આંખોનું દરેક આંસુ લૂછી નાખશે.’”


તીરંદાજોના અવાજથી દૂર, પાણી ભરવાની જગ્યાઓમાં, ત્યાં તેઓ ફરીથી ઈશ્વરના ન્યાયકૃત્યો અને ઇઝરાયલમાં તેમના રાજ્યનાં ન્યાયકૃત્યો, પ્રગટ કરશે. “ત્યારે ઈશ્વરના લોકો શહેરના ભાગળો પાસે આવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan