Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 26:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જયારે ત્યાંના માણસોએ તેની પત્ની વિષે પૂછ્યું, ત્યારે તેણે કહ્યું, “તે મારી બહેન છે.” કેમ કે તે મારી પત્ની છે, એવું કહેતાં તે ગભરાતો હતો, રખેને ત્યાંના માણસો રિબકાને લીધે તેને મારી નાખે, કારણ કે તે રૂપાળી હતી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને ત્યાંના માણસોએ તેની પત્ની વિષે તેને પૂછયું, અને તેણે કહ્યું, “તે મારી બહેન છે;” કેમ કે તે મારી પત્ની છે, એમ કહેતાં તે બીધો, રખેને ત્યાંના માણસો રિબકાને લીધે તેને મારી નાખે; કારણ કે તે રૂપાળી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 ત્યાંના લોકોએ તેને તેની પત્ની વિશે પૂછપરછ કરી તો તેણે કહ્યું કે, ‘એ મારી બહેન છે.’ ‘રિબકા મારી પત્ની છે એવું કહીશ તો અહીંના લોકો મને મારી નાખશે’ એવી તેને દહેશત હતી. કારણ, તે ઘણી સુંદર હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 “રિબકા માંરી પત્ની છે.” એમ કહેવાની ઇસહાકમાં હિંમત નહોતી. તેને ડર હતો કે, લોકો તેની પત્નીને મેળવવા માંટે કદાચ તેને માંરી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 26:7
15 Iomraidhean Croise  

જયારે તે મિસરમાં પ્રવેશ્યો ત્યારે તેણે તેની પત્ની સારાયને કહ્યું કે, “હું જાણું છું કે તું દેખાવે સુંદર સ્ત્રી છે.


તેથી તું કહેજે કે, હું તેની બહેન છું. એ માટે કે તારે લીધે મારું ભલું થાય અને મારો જીવ બચી જાય.”


ફારુનના સરદારોએ તેને જોઈ, તેઓએ ફારુનની આગળ તેની પ્રશંસા કરી અને સારાયને ફારુનના જનાનખાનામાં લઈ જવામાં આવી.


ઇબ્રાહિમે કહ્યું, “કેમ કે મને લાગ્યું, ‘નિશ્ચે આ જગ્યાએ ઈશ્વરનો ભય રખાતો નથી અને તેઓ મારી પત્નીના લીધે મને મારી નાખશે, એવું સમજીને મેં એમ કર્યું”


ઇબ્રાહિમે પોતાની પત્ની સારા વિષે કહ્યું, “તે મારી બહેન છે.” તેથી ગેરારના રાજા અબીમેલેખે માણસો મોકલીને સારાને બોલાવી લીધી.


શું ઇબ્રાહિમે પોતે જ મને કહ્યું ન હતું કે, ‘તે મારી બહેન છે?’ વળી તે સ્ત્રીએ પોતે પણ કહ્યું હતું કે, ‘તે મારો ભાઈ છે.’ મેં મારા સાચા હૃદયથી તથા નિર્દોષ હાથથી આ કામ કર્યું છે.”


તે ઘણી સુંદર અને યુવાન હતી. કોઈ પુરુષ સાથે તેણે સંબંધ બાંધ્યો ન હતો. તે કૂવા પાસે આવી અને પોતાની ગાગર ભરીને નીચે ઊતરી.


તેથી ઇસહાક ગેરારમાં રહ્યો.


પછી ઇસહાક ત્યાં ઘણો સમય રહ્યો અને પલિસ્તીઓના રાજા અબીમેલેખે બારીએથી જોયું તો જુઓ, ઇસહાક અને તેની પત્ની રિબકાને લાડ કરતો હતા.


લેઆની આંખો નબળી હતી. રાહેલ દેખાવમાં સુંદર તથા ઘાટીલી હતી.


માણસની બીક ફાંદારૂપ છે; પણ જે કોઈ યહોવાહ પર વિશ્વાસ રાખે છે તે સુરક્ષિત છે.


શરીરને જેઓ મારી નાખે છે, પણ આત્માને મારી નાખી શકતા નથી, તેઓથી બીહો મા. પણ એના કરતાં આત્મા તથા શરીર એ બન્નેનો નાશ નર્કમાં કરી શકે છે તેનાથી ગભરાઓ.


પતિઓ, પોતાની પત્નીઓ પર પ્રેમ કરો, જેમ ખ્રિસ્ત ઈસુએ પોતાના વિશ્વાસી સમુદાય પર પ્રેમ રાખ્યો અને તેને સારું પોતાનું સ્વાર્પણ કર્યુ તેમ;


તમે એકબીજાની સાથે જૂઠું ન બોલો, કેમ કે તમે જૂના માણસપણાને તેના કૃત્યો સહિત ઉતારી મૂક્યું છે;


Lean sinn:

Sanasan


Sanasan