Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 26:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 હું તારા વંશજોને વધારીને આકાશના તારાઓ જેટલા કરીશ અને આ સર્વ પ્રદેશો હું તારા વંશજોને આપીશ. પૃથ્વીનાં સર્વ કુળ તારાં સંતાનમાં આશીર્વાદ પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને હું તારા સંતાનને આકાશના તારાઓ જેટલાં વધારીશ, ને આ સર્વ દેશો હું તારાં સંતાનને આપીશ; અને પૃથ્વીનાં સર્વ કુળ તારાં સંતાનમાં આશીર્વાદ પામશે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 હું તારા વંશજોને આકાશના તારા જેટલા વધારીશ અને આ બધો પ્રદેશ તારા વંશજોને આપીશ અને તારા વંશજો દ્વારા પૃથ્વીની બધી પ્રજાઓને આશિષ પ્રાપ્ત થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 હું તારા વંશજોને આકાશના અસંખ્ય તારા જેટલા વધારીશ. અને એમને આ બધા પ્રદેશો આપીશ. અને તારા વંશજોને કારણે પૃથ્વીની બધી પ્રજાઓ આશીર્વાદિત થશે.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 26:4
22 Iomraidhean Croise  

અને હું તારો વંશ પૃથ્વીની ધૂળની રજકણો જેટલો કરીશ. જો કોઈ માણસ ધૂળની રજકણોને ગણી શકે તો તે તારો વંશ ગણી શકે.


તે જ દિવસે ઈશ્વરે ઇબ્રામ સાથે કરાર કરીને કહ્યું, “મિસરની નદીથી તે મોટી નદી ફ્રાત સુધી આ દેશ મેં તારા વંશજોને આપ્યો છે.


પછી ઈશ્વર ઇબ્રામને રાત્રે ઘરની બહાર આકાશ નીચે લઈ ગયા અને કહ્યું, “તું ઊંચે આકાશ તરફ જો અને ગણી શકે તો તારાઓ ગણ,” પછી તેમણે તેને કહ્યું, “એ તારાઓ જેટલાં તારા સંતાન થશે.”


કેમ કે ઇબ્રાહિમથી નિશ્ચે એક મોટી તથા સમર્થ દેશજાતિ થશે અને તેના વંશમાં પૃથ્વીના સર્વ લોકો આશીર્વાદિત થશે.


તે જ રાત્રે તેને દર્શન આપીને ઈશ્વરે કહ્યું, “હું તારા પિતા ઇબ્રાહિમનો ઈશ્વર છું. બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું, મારા સેવક ઇબ્રાહિમને લીધે હું તને આશીર્વાદ આપીશ અને તારો વંશ વધારીશ.”


પૃથ્વીની રજ જેટલાં તારા સંતાન થશે અને એ સંતાનો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ તરફ દૂર સુધી ફેલાશે. તારામાં તથા તારા સંતાનમાં પૃથ્વીનાં સર્વ કુળો આશીર્વાદ પામશે.


સર્વસમર્થ ઈશ્વર તને આશીર્વાદ આપે, ફળવંત કરે અને વૃદ્ધિ આપે કે જેથી તારા સંતાનો અસંખ્ય થાય.


મેં જે દેશ ઇબ્રાહિમને તથા ઇસહાકને આપ્યો છે, તે હું તને આપીશ અને તારા પછી તારા સંતાનોને પણ હું તે દેશ આપીશ.”


ઇઝરાયલ અને તેનાં સંતાનો મિસર દેશના ગોશેનમાં રહ્યા. તેના લોકોએ ત્યાં માલમિલકત વસાવી. તેઓ સફળ થઈને બહુ વધ્યા.


દાઉદે તેની પ્રજામાંથી વીસ વર્ષના તથા તેથી ઓછી વયના લોકોની વસ્તી ગણતરી કરાવી નહોતી, કારણ કે યહોવાહે, ઇઝરાયલીઓની સંખ્યા આકાશના તારાઓની જેમ વધારવાનું વચન આપ્યું હતું.


રાજાનું નામ સર્વદા રહેશે; સૂર્ય તપે ત્યાં સુધી તેમનું નામ ટકશે; તેમનામાં લોકો આશીર્વાદ પામશે. સર્વ દેશનાઓ તેમની સ્તુતિ કરશે.


તમારા સેવકો, ઇબ્રાહિમ, ઇસહાક તથા ઇઝરાયલને આપેલું તમારું વચન યાદ કરો. તમે જે વચન કહ્યું હતું, ‘આકાશના તારાઓના જેટલા હું તારા સંતાન વધારીશ. અને તારા વંશજોને જે દેશ આપવાનું મેં વચન આપ્યું છે તે સમગ્ર દેશ હું તેઓને આપીશ. તેઓ સદાસર્વદા તેના વારસદાર બનશે.’


મેં તેઓની સાથે કરાર કર્યો હતો. તેઓ જે દેશમાં જઈને વસ્યા હતા તે કનાન દેશ તેઓને આપવાનું મેં વચન આપ્યું હતું. તેઓ ત્યાં રહેતા હતા, પણ તે તેઓનો પોતાનો પ્રદેશ ન હતો.


તમે પ્રબોધકોના સંતાન છો, અને ‘ઇબ્રાહિમનાં સંતાનો દ્વારા પૃથ્વી પરનાં સર્વ કુટુંબ આશીર્વાદિત થશે,’ એવું ઇબ્રાહિમને કહીને ઈશ્વરે તમારા પૂર્વજો સાથે કરાર કર્યો, તેનાં સંતાન તમે છો.


હવે ઇબ્રાહિમને તથા તેનાં સંતાનને વચનો કહેવામાં આવ્યા હતાં અને તેનાં સંતાનોને જાણે ઘણાં વિષે ઈશ્વર કહેતાં નથી; પણ ‘તારા સંતાનને’, એમ એક વિષે કહે છે તે તો ખ્રિસ્ત છે.


ઈશ્વર વિશ્વાસથી બિનયહૂદીઓને ન્યાયી ઠરાવશે, તે અગાઉથી જાણીને શાસ્ત્રવચને ઇબ્રાહિમને સુવાર્તા પ્રગટ કરી કે, તારા ધ્વારા સર્વ પ્રજાઓ આશીર્વાદિત થશે.


લૂંટમાંથી કશું જ તમારે તમારા હાથમાં રાખવું નહિ. તેથી યહોવાહ તમારા પર ગુસ્સો કરવાથી પાછા વળશે અને બદલામાં તેઓ તમારા પ્રત્યે કૃપાળુ બનશે. તેઓ તમારા પ્રત્યે કરુણા દર્શાવશે અને જેમ તમારા પિતૃઓને વચન આપેલું હતું તે પ્રમાણે તમને સંખ્યામાં વધારશે.


તમારા ન્યાયીપણાને લીધે કે તમારા અંત:કરણના પ્રમાણિકપણાને લીધે તમે તેઓના દેશનું વતન પામવાને જાઓ છો એમ તો નહિ; પણ એ લોકોની દુષ્ટતાને લીધે તથા જે વચન યહોવાહે સમ ખાઈને તમારા પિતૃઓને એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને આપ્યું હતું તે પૂર્ણ કરવા માટે યહોવાહ તમારા ઈશ્વર તેઓને તમારી આગળથી નસાડી મૂકે છે.


કેમ કે વિશ્વાસથી પ્રાચીન સમયના આપણા પૂર્વજ ઈશ્વરભક્તો વિષે સાક્ષી આપવામાં આવી.


Lean sinn:

Sanasan


Sanasan