ઉત્પત્તિ 22:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 પછી તેણે દહનીયાર્પણની એ જગ્યાનું નામ “યહોવાહ-યિરેહ “પાડ્યું.” તે આજ સુધી એ નામે ઓળખાય છે તેનો અર્થ એ છે કે, “ઈશ્વરના પર્વત પર ઈશ્વર પૂરું પાડે છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને તે જગાનું નામ ઇબ્રાહિમે યહોવા યિરેહ પાડયું; જેમ આજ સુધી કહેવાય છે તેમ કે, યહોવાના પહાડ પર પૂરું પાડવામાં આવશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 અબ્રાહામે તે સ્થળનું નામ યાહવે-યિરેહ (પ્રભુ પૂરું પાડે છે) પાડયું. આજ સુધી લોકોમાં કહેવાય છે કે પ્રભુના પહાડ પર પૂરું પાડવામાં આવશે. Faic an caibideilપવિત્ર બાઈબલ14 તેથી ઇબ્રાહિમે તે જગ્યાનું નામ “યહોવા-યિરેહ” પાડયું. આજે પણ લોકો કહે છે, “આ પર્વત પર યહોવાને જોઇ શકાય છે.” Faic an caibideil |