Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 20:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પછી ઈશ્વરે સ્વપ્નમાં તેને કહ્યું, “હા, હું જાણું છું કે તેં તારા સાચા હૃદયથી આ કામ કર્યું છે અને મેં પણ તને મારી વિરુદ્ધ અપરાધ કરવાથી અટકાવ્યો છે. તેથી મેં તને તેને સ્પર્શવા માટે પરવાનગી આપી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને ઈશ્વરે સ્વપ્નમાં તેને કહ્યું, “હા, હું જાણું છું કે તેં સાચા અંત:કરણે એ કર્યું છે, ને મેં પણ મારી સામે અપરાધ કરવાથી તને અટકાવ્યો; માટે મેં તને તેને અડકવા ન દીધો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 ત્યારે ઈશ્વરે તેને સ્વપ્નમાં કહ્યું, “હા, મને ખબર છે કે તેં નિષ્કપટપણે એ કામ કર્યું છે. તેથી તો મેં તને મારી વિરુદ્ધ પાપ કરતો અટકાવ્યો છે અને એટલે જ મેં તને સારાને અડકવા પણ દીધો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 ત્યારે દેવે અબીમેલેખને સ્વપ્નમાં કહ્યું, “હા, મને ખબર છે કે, તું નિર્દોષ છે અને મને એ પણ ખબર છે કે, તને ખબર ન હતી કે, તું શું કરી રહ્યો હતો! મેં જ તને ઉગાર્યો, મેં જ તને માંરી વિરુધ્ધ પાપ કરવા દીધું નથી. અને એટલે જ મેં તને તેનો સ્પર્શ કરવા દીધો નથી.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 20:6
22 Iomraidhean Croise  

કેમ કે ઇબ્રાહિમની પત્ની સારાને કારણે ઈશ્વરે અબીમેલેખના ઘરમાંની તમામ સ્ત્રીઓનાં ગર્ભસ્થાન બંધ કર્યાં હતાં.


તેથી અબીમેલેખે સર્વ લોકોને ચેતવીને કહ્યું, “આ માણસને અથવા તેની પત્નીને નુકશાન કરનાર તે નિશ્ચે માર્યો જશે.”


પણ ઈશ્વરે કહેલું છે કે, જે વૃક્ષ વાડીની મધ્યમાં છે તેનું ફળ ‘તમારે ખાવું નહિ કે અડકવું નહિ. જો ખાશો તો તમે મૃત્યુ પામશો.””


હવે રાત્રે લાબાન અરામીના સ્વપ્નમાં ઈશ્વરે કહ્યું હતું, “તું યાકૂબને ખરું અથવા ખોટું કહેવા વિષે સાવચેત રહેજે.”


તમારા પિતાએ મને ઠગ્યો છે અને મારા વેતનનો કરાર દસ વાર ભંગ કરેલો છે. પણ ઈશ્વરે તેનાથી મારું નુકસાન થવા દીધું નહિ.”


જેમ જેમ તેઓ આગળ વધતાં ગયાં, તેમ તેમ ઈશ્વરે તેઓની ચારેગમનાં નગરોને ભયભીત કર્યા. તેથી ત્યાંના લોકોએ યાકૂબના દીકરાઓનો પીછો કર્યો નહિ.


આ ઘરમાં મારા કરતાં કોઈ મોટો નથી. તેણે તારા વિના બીજા કશા જ પર મારા માટે રોક લગાવી નથી, કેમ કે તું તેની પત્ની છે. તો પછી આવું મોટું દુષ્કર્મ કરીને હું શા માટે ઈશ્વરનો અપરાધી થાઉં?”


તમારી, હા, તમારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે અને જે તમારી દ્રષ્ટિમાં ખરાબ છે તે મેં કર્યું છે; તેથી જ્યારે તમે બોલો, ત્યારે તમે ન્યાયી ઠરો; અને તમે ન્યાય કરો, ત્યારે તમે નિર્દોષ ઠરો.


તેથી મેં તેઓને તેઓનાં હૃદયની હઠ પ્રમાણે ચાલવા દીધા કે જેથી તેઓ પોતાની યોજનાઓ પ્રમાણે વર્તે.


કારણ કે યહોવાહ ઈશ્વર આપણા સૂર્ય તથા ઢાલ છે; યહોવાહ કૃપા તથા ગૌરવ આપશે; ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ શ્રેષ્ઠ બાબત બાકી રાખશે નહિ.


કેમ કે હું તારી આગળથી દેશ જાતિઓને હાંકી કાઢીશ અને તારી સીમાઓ વધારીશ. જ્યારે તું ત્રણવાર ઈશ્વર તારા યહોવાહની આગળ હાજર થવાને જશે, ત્યારે કોઈ પણ માણસ તારી જમીનનો લોભ કરશે નહિ.


પાણીના પ્રવાહ જેવું રાજાનું મન યહોવાહના હાથમાં છે; તે જ્યાં ચાહે છે ત્યાં તેને દોરે છે.


એટલે કોઈ તેના પાડોશીની પત્ની પાસે જાય છે અને તેને સ્પર્શ કરે છે; તેને શિક્ષા થયા વિના રહેતી નથી.


“જો કોઈ વ્યક્તિ પાપ કરીને યહોવાહની આજ્ઞાનો ઉલ્લંઘન કરે, એટલે ખોટા વ્યવહારમાં, ગીરવે મૂકવાની બાબતમાં, લૂંટફાટની બાબતમાં પોતાના પડોશીને દગો કરે અથવા તેણે પોતાના પડોશી પર જુલમ ગુજાર્યો હોય,


જયારે તે ન્યાયાસન પર બેઠો હતો, ત્યારે તેની પત્નીએ તેને કહેવડાવ્યું કે, “તે નિર્દોષ માણસને તું કંઈ કરતો નહિ, કેમ કે આજ મને સ્વપ્નમાં તેને લીધે ઘણું દુઃખ થયું છે.”


હવે જે બાબતો સંબંધી તમે મારા પર લખ્યું તે વિષે પુરુષ સ્ત્રીનો સ્પર્શ ના કરે તો સારું.


માટે, ‘તમે તેઓમાંથી નીકળી આવો, અને જુદા થાઓ,’ એમ પ્રભુ કહે છે, ‘અશુદ્ધને સ્પર્શ ન કરો, અને હું તમારો સ્વીકાર કરીશ,


આ કારણથી ઈશ્વર તેઓને ભ્રમણામાં નાખે છે કે તેઓ અસત્ય પર વિશ્વાસ કરે


કેમ કે અધર્મની રહસ્યમયતા કાર્યરત થઈ ચુકી છે, ફક્ત એક કે જેને વચમાંથી દુર કરવામાં નહિ આવે ત્યાં સુધી તે તેમને અટકાવશે.


માટે હવે, હે મારા માલિક, હું જીવતા ઈશ્વરના તથા તમારા સમ ખાઈને કહું છું, ઈશ્વર તમને ખૂનના દોષથી, તમારે હાથે તમારું વેર લેવાથી પાછા રાખ્યા છે. તમારા શત્રુઓ, મારા માલિકનું અહિત તાકનારાઓ નાબાલ જેવા થાઓ.


ઇઝરાયલના જીવંત ઈશ્વર, જેમણે તને નુકસાન કરવાથી મને પાછો રાખ્યો છે, તેમના સોગનપૂર્વક હું કહું છું કે જો તું ઉતાવળથી આવીને મને મળી ન હોત, તો નિશ્ચે સવારનું અજવાળું થતાં પહેલા નાબાલનું એક નર બાળક સરખુંય રહેવા દેવામાં આવત નહિ. સંહાર કરાઈ ગયો હોત”


Lean sinn:

Sanasan


Sanasan