Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 20:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 શું ઇબ્રાહિમે પોતે જ મને કહ્યું ન હતું કે, ‘તે મારી બહેન છે?’ વળી તે સ્ત્રીએ પોતે પણ કહ્યું હતું કે, ‘તે મારો ભાઈ છે.’ મેં મારા સાચા હૃદયથી તથા નિર્દોષ હાથથી આ કામ કર્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ‘તે મારી બહેન છે, ’ એમ‍ શું તેણે મને નથી કહ્યું? સારાએ પોતે પણ કહ્યું, ‘તે મારો ભાઈ છે;’ મેં સાચા અંત:કરણે તથા શુદ્ધ હાથે આ કામ કર્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 એ માણસે પોતે મને નહોતું કહ્યું કે, ‘તે મારી બહેન છે?’ વળી, તે સ્ત્રીએ પણ કહ્યું હતું કે, ‘તે મારો ભાઈ છે.’ મેં તો નિષ્કપટ અંત:કરણથી અને શુદ્ધ હાથે એ કર્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 ઇબ્રાહિમે જ મને કહ્યું હતું કે, ‘આ સ્ત્રી માંરી બહેન છે.’ અને એ સ્ત્રીએ પણ કહ્યું, ‘આ પુરુષ માંરો ભાઈ છે.’ હું નિર્દોષ છું. મને તો ખબર જ નહોતી કે, હું શું કરી રહ્યો છું? મેં તો શુદ્વ વૃત્તિથી જ આ કર્યુ છે.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 20:5
21 Iomraidhean Croise  

તેથી તું કહેજે કે, હું તેની બહેન છું. એ માટે કે તારે લીધે મારું ભલું થાય અને મારો જીવ બચી જાય.”


જયારે ઈશ્વરે મને મારા પિતાનું ઘર છોડવાનું અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવાનું જણાવ્યું, ત્યારે મેં તેને કહ્યું, ‘મારી પત્ની તરીકે તું મને વિશ્વાસુ રહેજે: જે સ્થળે આપણે જઈએ ત્યાં તું મારા વિષે કહેજે, “આ મારો ભાઈ છે.”


સારાને પણ તેણે કહ્યું, “જો, મેં તારા ભાઈને હજાર ચાંદીના સિક્કા આપ્યાં છે. તે તારી સાથેના સર્વની આંખો આગળ તારે માટે પડદારૂપ છે અને દરેક વ્યક્તિની આગળ, તું સંપૂર્ણપણે સાચી ઠરી છે.”


જો તું તારા પિતા દાઉદની જેમ તારું કામ નીતિમત્તાથી કરીશ અને પ્રામાણિકતાથી વર્તીશ અને મારા વિધિઓ, આજ્ઞાઓ તથા નિયમોને અનુસરીશ તો,


“હે યહોવાહ, હું તમને વિનંતી કરું છું કે, હું કેવી રીતે તમારી આગળ વિશ્વાસુપણે તથા મારા પૂરા હૃદયથી ચાલ્યો છું, તમારી દ્રષ્ટિમાં જે સારું હતું તે મેં કર્યું છે, તેને યાદ કરો.” પછી હિઝકિયા બહુ રડ્યો.


હું જાણું છું, મારા ઈશ્વર કે તમે અંત:કરણને તપાસો છો અને મનનું ખરાપણું તમને આનંદ પમાડે છે. આ બધું મેં સ્વેચ્છાએ સાચા હૃદયથી અર્પ્યું છે અને અત્યારે અહીં હાજર રહેલ તમામ લોકોને રાજીખુશીથી અર્પણ કરતા જોઈને મને આનંદ થાય છે.


‘હું શુદ્ધ અને અપરાધ વિનાનો છું; હું નિર્દોષ છું અને મારામાં કોઈ પાપ નથી.


જેના હાથ શુદ્ધ છે અને જેનું હૃદય પવિત્ર છે; જેણે પોતાનું મન અસત્યમાં લગાડ્યું નથી અને જે જૂઠા સમ ખાતો નથી તે જ ઊભો રહી શકશે.


પ્રામાણિકપણું તથા ન્યાયીપણું મારું રક્ષણ કરો, કારણ કે હું તમારા પર આશા રાખું છું.


હું નિર્દોષપણામાં મારા હાથ ધોઈશ અને હે યહોવાહ, એ જ પ્રમાણે હું વેદીની પ્રદક્ષિણા કરીશ.


યહોવાહ લોકોનો ન્યાય કરે છે; હે યહોવાહ, મારા ન્યાયીપણા પ્રમાણે તથા મારામાં જે પ્રામાણિકપણું છે, તે પ્રમાણે મારો ન્યાય કરો.


દુષ્ટ લોકોનાં દુષ્ટ કાર્યોનો અંત લાવો, પણ ન્યાયી લોકોને સ્થાપન કરો, ન્યાયી ઈશ્વર, હૃદયોને તથા મનને પારખનાર છે.


ખરેખર મેં મારું હૃદય અમથું શુદ્ધ રાખ્યું છે અને મેં મારા હાથ નિરર્થક નિર્દોષ રાખ્યા છે.


દાઉદે તેમને શુદ્ધ હૃદયથી અને કૌશલ્યસભર શાણપણથી દોર્યા.


પ્રામાણિક માણસની વિશ્વાનીયતા તેને દોરે છે, પણ ધુતારા પોતાના દુષ્ટ ઇરાદાઓથી નાશ પામશે.


ન્યાયી માણસ પોતાના પ્રામાણિક માર્ગમાં ચાલે છે અને તેના પછી તેને અનુસરનારા તેનાં બાળકો આશીર્વાદિત છે.


મારા ઈશ્વરે પોતાના દૂતને મોકલીને સિંહોનાં મોં બંધ કરી દીધાં એટલે તેઓ મને કશી ઈજા નથી કરી શક્યા. કેમ કે, હું તેઓની નજરમાં તથા તમારી આગળ પણ નિર્દોષ માલૂમ પડ્યો છું. અને હે રાજા, મેં આપનો પણ કોઈ ગુનો કર્યો નથી.”


કેમ કે એ બાબતે અમને અભિમાન છે અને અમારી પ્રેરકબુદ્ધિ એવી સાક્ષી આપે છે કે ભૌતિક જ્ઞાનથી નહિ પણ ઈશ્વરની કૃપાથી અમે દુનિયામાં અને વિશેષ કરીને તમારા સંબંધમાં ઈશ્વરની દ્રષ્ટિએ પવિત્રતાથી તથા શુદ્ધ મનથી વર્ત્યા.


તમો વિશ્વાસીઓની સાથે અમે કેવી રીતે પવિત્રતાથી, ન્યાયીપણાથી તથા નિર્દોષપણાથી વર્તતા હતા; તે વિષે તમે અને ઈશ્વર સાક્ષી છો.


જોકે હું પહેલાં દુર્ભાષણ કરનાર, સતાવનાર તથા હિંસક હતો, તોપણ મારા પર દયા કરવામાં આવી, કારણ કે અવિશ્વાસી હોવાથી મેં અજ્ઞાનતામાં તે કર્યું હતું;


“પરાક્રમી, ઈશ્વર, યહોવાહ! પરાક્રમી, ઈશ્વર, યહોવાહ! એ જાણે છે. અને ઇઝરાયલ પોતે પણ જાણશે કે યહોવાહની વિરુદ્ધ બળવો અથવા વિશ્વાસનું ઉલ્લંઘન કરવાથી તે અમારો બચાવ કરશે નહિ,


Lean sinn:

Sanasan


Sanasan