ઉત્પત્તિ 2:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 યહોવાહ ઈશ્વરે ભૂમિમાંથી ખેતરના દરેક પશુને અને આકાશના દરેક પક્ષીને બનાવ્યાં. પછી તેઓને માણસની પાસે લાવ્યા. માણસે દરેક સજીવને જે નામ આપ્યું તે તેનું નામ પડ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને યહોવા ઈશ્વરે ખેતરના હરેક જાનવર ને તથા આકાશના હરેક પક્ષીને ભૂમિમાંથી ઉત્પન્ન કર્યા અને તે માણસ તેઓનું નામ શું પાડશે, એ જોવાને યહોવા તેઓને આદમની પાસે લાવ્યા. અને તે માણસે હરેક જાનવરને જે નામ આપ્યું તે તેનું નામ પડ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 એટલે તેમણે માટીમાંથી પૃથ્વી પરનાં બધાં પ્રાણીઓ અને આકાશનાં પક્ષીઓ ઉપજાવ્યાં અને એ માણસ તેમનાં શું નામ પાડશે તે જોવા તેમને તેની પાસે લાવ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ19 તેથી યહોવા દેવે ભૂમિની માંટીમાંથી બધી જાતનાં જંગલી પ્રાણીઓ અને બધી જાતનાં આકાશનાં પક્ષીઓ બનાવ્યાં. યહોવા દેવે બધાં જ પ્રાણીઓને મનુષ્યની સામે લાવ્યાં અને તે એ મનુષ્ય તે બધાંનાં નામ પાડયાં. Faic an caibideil |