ઉત્પત્તિ 19:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 લોત બહાર આવ્યો, એટલે તેની દીકરીઓ સાથે લગ્ન કરવાનું વચન આપનારા તેના જમાઈઓને કહ્યું, “જલ્દી, આ જગ્યાથી બહાર જતા રહો, કેમ કે ઈશ્વર આ નગરનો નાશ કરવાના છે.” પણ તેના જમાઈઓને એમ લાગ્યું કે તે મજાક કરે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને લોત નીકળ્યો, ને તેની દીકરીઓને પરણનારા તેના જમાઈઓને બોલાવીને તેણે કહ્યું, “ઊઠો, આ જગામાંથી નીકળી જાઓ, કેમ કે યહોવા આ નગરનો નાશ કરવાના છે.” પણ તે ઠઠ્ઠા કરતો હોય એમ તેના જમાઈઓને લાગ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 તેથી લોત બહાર ગયો અને પોતાના ભાવિ જમાઈઓને કહ્યું, “જલદી કરો, આ શહેરમાંથી બહાર નીકળી જાઓ; કારણ, પ્રભુ આ શહેરનો નાશ કરવાના છે.” પણ તેના જમાઈઓને લાગ્યું કે લોત માત્ર મજાક ઉડાવે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ14 એટલા માંટે લોત બહાર ગયો અને પોતાની બીજી પુત્રીઓ સાથે લગ્ન કરવાવાળા જમાંઈઓને વાત કરી. લોતે કહ્યું, “ઊતાવળ કરો અને આ નગરને છોડી જાઓ. યહોવા એનો તરત વિનાશ કરશે.” પરંતુ એ લોકો એવું સમજયા કે, લોત મશ્કરી કરી રહ્યો છે. Faic an caibideil |