ઉત્પત્તિ 17:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તમારામાંના દરેક છોકરાંની તેના જન્મ પછી આઠમે દિવસે સુન્નત કરવી. એટલે તમારી સમગ્ર પેઢીમાંથી, જે દરેક નર બાળક તમારા ઘરમાં જન્મ્યો હોય તેની અને વિદેશી પાસેથી નાણાં આપી વેચાતો લીધો હોય પછી ભલે તે તમારા વંશનો ન હોય, તેની પણ સુન્નત કરવી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને તમારામાં આઠ દિવસના દરેક છોકરાની, એટલે તમારી પેઢી દરપેઢી દરેક નર બાળક જે તમાર ઘરમાં જન્મ્યો હોય, તેની, અથવા કોઈ પરદેશી પાસેથી પૈસે વેચાતો લીધો હોય, કે જે તમારા વંશનો ન હોય, તેની પણ સુન્નત કરવી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 તમારે તમારી બધી પેઢીઓમાં આઠ દિવસની ઉંમરના પ્રત્યેક છોકરાની સુન્નત કરાવવી; પછી તે તમારા ઘરમાં જન્મ્યો હોય કે કોઈ પરદેશી પાસેથી પૈસા આપીને ખરીદેલો હોય. Faic an caibideilપવિત્ર બાઈબલ12 જયારે બાળક 8 દિવસનું થાય ત્યારે તેની સુન્નત કરાવવી, પછી તે તમાંરા ઘરમાં જન્મેલો હોય કે, કોઈ પરદેશી પાસેથી પૈસા આપીને ખરીદેલો ગુલામ હોય. તેની સુન્નત અવશ્ય કરવાની રહેશે. Faic an caibideil |