Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 14:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 હવે સિદ્દીમની ખીણોમાં ડામરના ઘણાં ખાડા હતા અને સદોમ તથા ગમોરાના રાજાઓ નાસી જઈને તેમાં પડ્યા. જે બાકી રહ્યા હતા તેઓ પહાડ તરફ નાસી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને સિદીમના નીચાણમાં ડામરના ખાડા બહુ હતા. અને સદોમ તથા ગમોરાના રાજા નાસીને તેમાં પડયાં, ને જે બાકી રહ્યા હતા તેઓ પહાડ તરફ નાસી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 સિદ્દીમના ખીણપ્રદેશમાં ડામરના ઘણા ખાડા હતા. સદોમ અને ગમોરાના રાજાઓ નાસી છૂટતી વખતે તે ખાડાઓમાં પડયા જ્યારે બાકીના પર્વતોમાં નાસી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 સિદ્દીમની ખીણમાં ડામરથી ભરેલા અનેક ખાડાઓ હતા. અને સદોમ અને ગમોરાહના રાજાઓ ભાગતા હતા ત્યારે એ ખાડાઓમાં પડી ગયા. અને બાકીના ડુંગરાઓમાં નાસી ગયા.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 14:10
12 Iomraidhean Croise  

તેઓએ એકબીજાને કહ્યું કે, “ચાલો, આપણે ઈંટો બનાવીએ અને તેને સારી રીતે પકવીએ.” પથ્થરની જગ્યાએ તેઓની પાસે ઈંટો અને ચૂનાની જગ્યાએ ડામર હતો.


પછી સદોમ તથા ગમોરામાંની ચીજવસ્તુઓ અને તેઓની સંપત્તિ લઈને પોતાને રસ્તે ચાલ્યા ગયા.


કદોરલાઓમેર તથા તેની સાથે જે રાજાઓ હતા, તેઓને હરાવીને ઇબ્રામ પાછો આવતો હતો ત્યારે તેને મળવા સારુ સદોમનો રાજા શાવેહની ખીણમાં એટલે રાજાની ખીણમાં આવ્યો.


સદોમના રાજાએ ઇબ્રામને કહ્યું, “મને માણસો આપ અને પોતાને સારુ સંપત્તિ લઈ લે.”


એ પાંચ રાજાઓ સિદ્દીમની ખીણ જે હાલમાં ખારો સમુદ્ર છે તેમાં એકત્ર થયા.


એલામના રાજા કદોરલાઓમેર, ગોઈમના રાજા તિદાલ, શિનઆરના રાજા આમ્રાફેલ તથા એલ્લાસારના રાજા આર્યોખ, એ ચાર રાજાઓએ પેલા પાંચ રાજાઓની વિરુદ્ધ લડાઈ કરી.


તેઓ તેમને બહાર લાવ્યા ત્યારે તે દૂતોમાંના એકે લોતને કહ્યું, “તું પોતાનો જીવ બચાવવા નાસી જા! પાછળ જોતો નહિ અને મેદાનમાં કોઈ જગ્યાએ રોકાતો નહિ. તારો નાશ ન થાય માટે પર્વત પર નાસી જજે.”


પણ લોત સોઆરમાંથી નીકળીને પોતાની બે દીકરીઓ સાથે પહાડમાં જઈને રહ્યો, કેમ કે સોઆરમાં રહેતાં તે બીતો હતો. તેથી તેણે પોતાની બે દીકરીઓ સાથે ગુફામાં વસવાટ કર્યો.


એન-દોરમાં તેઓ નાશ પામ્યા અને ભૂમિના ખાતર જેવા થઈ ગયા.


જે ભયના અવાજથી નાસશે તે ખાડામાં પડશે અને જે ખાડામાંથી બહાર નીકળશે તે ફાંદામાં પડશે. આકાશની બારીઓ ખોલવામાં આવશે અને પૃથ્વીના પાયા હલાવવામાં આવશે.


“જે કોઈ ભયથી નાસી જશે તે ખાડામાં પડશે, જે ખાડામાંથી ઊભો થઈને બહાર આવશે તે પકડાઈ જશે, કેમ કે હું તેના પર એટલે મોઆબ પર તેના શાસનનું વર્ષ લાવીશ. એવું યહોવાહ કહે છે.


એમ થયું કે, અરણ્યની નજીકની જગ્યામાં જ્યાં તેઓ તેમની પાછળ પડયા હતા ત્યાં ઇઝરાયલીઓએ પાછા ફરીને તેઓમાંના સર્વને, એટલે, આયના સઘળાં રહેવાસીઓને મારી નાખ્યા. તેઓનો તલવારની ધારથી નાશ કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan