Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 12:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 જયારે તે મિસરમાં પ્રવેશ્યો ત્યારે તેણે તેની પત્ની સારાયને કહ્યું કે, “હું જાણું છું કે તું દેખાવે સુંદર સ્ત્રી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને એમ થયું કે, તે જતાં જતાં લગભગ મિસર પહોંચ્યો ત્યારે તેણે પોતાની પત્ની સારાયને કહ્યું, “જો, હું જાણું છું કે તું દેખાવમાં સુંદર સ્‍ત્રી છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 ઇજિપ્તની સરહદ વટાવતાં તેણે પોતાની પત્ની સારાયને કહ્યું, “મને ખબર છે કે તું ઘણી સુંદર સ્ત્રી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 ઇબ્રામે જોયું કે, તેની પત્ની સારાય દેખાવમાં રૂપાળી હતી, તેથી મિસરમાં પ્રવેશ કરતાં પહેલા ઇબ્રામે સારાયને કહ્યું, “હું જાણું છું કે, તું દેખાવમાં બહુ રૂપાળી છે.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 12:11
14 Iomraidhean Croise  

ઇબ્રામ જયારે મિસરમાં પ્રવેશ્યો ત્યારે મિસરીઓએ જોયું કે સારાય ઘણી સુંદર છે.


જયારે ઈશ્વરે મને મારા પિતાનું ઘર છોડવાનું અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવાનું જણાવ્યું, ત્યારે મેં તેને કહ્યું, ‘મારી પત્ની તરીકે તું મને વિશ્વાસુ રહેજે: જે સ્થળે આપણે જઈએ ત્યાં તું મારા વિષે કહેજે, “આ મારો ભાઈ છે.”


ઇબ્રાહિમે પોતાની પત્ની સારા વિષે કહ્યું, “તે મારી બહેન છે.” તેથી ગેરારના રાજા અબીમેલેખે માણસો મોકલીને સારાને બોલાવી લીધી.


તે ઘણી સુંદર અને યુવાન હતી. કોઈ પુરુષ સાથે તેણે સંબંધ બાંધ્યો ન હતો. તે કૂવા પાસે આવી અને પોતાની ગાગર ભરીને નીચે ઊતરી.


જયારે ત્યાંના માણસોએ તેની પત્ની વિષે પૂછ્યું, ત્યારે તેણે કહ્યું, “તે મારી બહેન છે.” કેમ કે તે મારી પત્ની છે, એવું કહેતાં તે ગભરાતો હતો, રખેને ત્યાંના માણસો રિબકાને લીધે તેને મારી નાખે, કારણ કે તે રૂપાળી હતી.”


લેઆની આંખો નબળી હતી. રાહેલ દેખાવમાં સુંદર તથા ઘાટીલી હતી.


ઈશ્વરના દીકરાઓએ જોયું કે માણસોની દીકરીઓ મનમોહક છે. તેઓમાંથી તેઓએ પોતાને માટે તેમને પત્નીઓ તરીકે પસંદ કરી.


એક સાંજે દાઉદ પોતાના પલંગ ઉપરથી ઊઠીને રાજમહેલની છત ઉપર ચાલતો હતો. ત્યાંથી એટલે કે છત પરથી તેણે એક સ્ત્રીને સ્નાન કરતા જોઈ. તે સ્ત્રી દેખાવમાં ઘણી સુંદર હતી.


તે કુમારિકા ઘણી સુંદર હતી. તેણે રાજાની સેવા કરી, પણ રાજાએ તેની સાથે શારીરિક સંબંધ રાખ્યો નહિ.


કોઈ પણ ડહાપણ, બુદ્ધિ કે મસલત યહોવાહની આગળ ચાલી શકે નહિ.


માણસની બીક ફાંદારૂપ છે; પણ જે કોઈ યહોવાહ પર વિશ્વાસ રાખે છે તે સુરક્ષિત છે.


મારો પ્રીતમ, એન-ગેદીની દ્રાક્ષવાડીમાં, મેંદીના ફૂલના ગુચ્છો જેવો લાગે છે.


તે માણસનું નામ નાબાલ હતું અને તેની પત્નીનું નામ અબિગાઈલ હતું. તે સ્ત્રી ઘણી બુદ્ધિમાન તથા દેખાવમાં સુંદર હતી. પણ તે માણસ કઠોર તથા પોતાના વ્યવહારમાં ખરાબ હતો. તે કાલેબના કુળનો વંશજ હતો.


Lean sinn:

Sanasan


Sanasan