ઉત્પત્તિ 11:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 તેરાહ તેના દીકરા ઇબ્રામને તથા દીકરા હારાનના પુત્ર લોતને અને સારાય તેની પુત્રવધૂ લઈને ઉર જે ખાલદીઓનો પ્રદેશ છે તે છોડીને, કનાન દેશમાં જવા નીકળ્યા. પણ તેઓ હારાનમાં આવીને રહ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 અને તેરા પોતાના દિકરાનો દીકરો લોત, જે હારાનનો દીકરો તેને, તથા પોતાના દિકરા ઇબ્રામની પત્ની સારાયને લઈને તેઓ સુદ્ધાં કાસ્દીઓના ઉરમાંથી, કનાન દેશમાં જવાને નીકળ્યો; અને તેઓ હારાનમાં આવીને ત્યાં રહ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.31 તેરા પોતાના પુત્ર અબ્રામને, પોતાના પુત્ર હારાનના પુત્ર લોતને, તથા પોતાની પુત્રવધૂ એટલે અબ્રામની પત્ની સારાયને લઈને ખાલદીઓના નગર ઉરમાંથી કનાન દેશમાં જવા ચાલી નીકળ્યો. તેઓ હારાનમાં આવી ઠરીઠામ થયાં. Faic an caibideilપવિત્ર બાઈબલ31 તેરાહએ પોતાના પરિવારને સાથે લીધો અને કાસ્દીઓના “ઉર” નગરને છોડી દીધું. તેઓએ કનાન યાત્રા કરવાની ઈચ્છા પ્રદશિર્ત કરી. તેરાહએ પોતાના પુત્ર ઇબ્રામ, પોતાનો પૌત્ર લોત (હારાનનો પુત્ર) પોતાની પુત્રવધૂ (ઇબ્રામની પત્ની) સારાયને સાથે લીધા. તેઓએ હારાન સુધીની યાત્રા તો કરી અને ત્યાં જ રહેવાનું નક્કી કર્યું. Faic an caibideil |