Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 10:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તે યહોવાહની આગળ બળવાન શિકારી હતો. એ માટે કહેવાય છે કે, “નિમ્રોદ યહોવાહની આગળ બળવાન શિકારી જેવો હતો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તે યહોવાની આગળ બળવાન શિકારી થયો; એ માટે કહેવાય છે કે, ‘યહોવાની આગળ નિમ્રોદ સરખો બળવાન શિકારી.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 વળી, તે પ્રભુ સમક્ષ મહાન શિકારી હતો; તેથી લોકો કહે છે: “પ્રભુ સમક્ષ નિમ્રોદ જેવો મહાન શિકારી કોણ?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તે યહોવાની કૃપાથી એક મોટો શિકારી પણ હતો. અને તેથી જ લોકો કહે છે, “દેવ તમને નિમ્રોદ જેવા મોટા શિકારી બનાવો.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 10:9
13 Iomraidhean Croise  

તેણે શિનઆર દેશના બાબિલ, એરેખ, આક્કાદ તથા કાલનેહ પર સૌ પ્રથમ પોતાના રાજ્યની સ્થાપના શરૂઆત કરી હતી.


કૂશનો દીકરો નિમ્રોદ, પૃથ્વી પરનો પહેલો શક્તિશાળી યોદ્ધો હતો.


હવે સદોમના માણસો ઈશ્વરની વિરુદ્ધ અતિ ભ્રષ્ટ તથા દુરાચારી હતા.


તે છોકરાઓ મોટા થયા. એસાવ કુશળ શિકારી તથા જંગલમાં ફરનાર માણસ હતો; પણ યાકૂબ શાંત પ્રકૃતિનો હતો. તે પોતાનો સમય તંબુમાં વિતાવતો હતો.


ઇસહાક યાકૂબને આશીર્વાદ આપી રહ્યો પછી યાકૂબ પોતાના પિતા ઇસહાકની આગળથી છાનોમાનો બહાર ગયો અને એ જ સમયે તેનો ભાઈ એસાવ શિકાર કરીને પાછો આવ્યો.


ઈશ્વર આગળ પૃથ્વી ભ્રષ્ટ થઈ હતી અને હિંસાથી ભરપૂર થઈ હતી.


ઈશ્વરના દીકરાઓએ માણસોની દીકરીઓ સાથે લગ્ન કર્યાં અને તેઓથી તેમને બાળકો થયાં. તેઓમાં પૃથ્વી પર પુરાતનકાળના સશક્ત અને નામાંકિત મહાકાય પુરુષો હતા.


અતિ સંકટના આ સમયે રાજા આહાઝ યહોવાહનો વિરુદ્ધ વધુ અને વધુ પાપ કરતો ગયો.


“જુઓ, એ આ માણસ છે કે જેણે ઈશ્વરને પોતાનો આશ્રય ન કર્યો, પણ પોતાના ઘણા ધન પર ભરોસો રાખીને પોતાનાં દુષ્કર્મોને વળગી રહ્યો.”


તમે જે સમુદ્રને માર્ગે પાણીની સપાટી પર સરકટનાં વહાણોમાં રાજદૂતો મોકલે છે. ઝડપી સંદેશવાહકો, તમે ઊંચી તથા સુંવાળી પ્રજા પાસે, દૂરની તથા નજીકના ડરનાર લોકો, મજબૂત અને વિજયી પ્રજા પાસે, જેના દેશ નદીઓથી વિભાજિત થયેલા છે, તેની પાસે જાઓ.


જુઓ! હું ઘણા માછીમારોને મોકલીશ” તેમ યહોવાહ કહે છે. “તેઓ લોકોને જાળમાં પકડી પાડશે. ત્યાર પછી હું ઘણા શિકારીઓને મોકલીશ અને તેઓ તેઓને દરેક પર્વત પરથી, ડુંગર પરથી અને ખડકોની ગુફામાંથી શોધી કાઢીને તેમનો શિકાર કરશે.


તેઓને કહે કે ‘પ્રભુ યહોવાહ કહે છે: જે સ્ત્રીઓ કોણી પર કે કાંડા પર તાવીજ બાંધે છે, લોકોને ફસાવવા માટે દરેક કદના બુરખા બનાવે છે, તેઓને અફસોસ, શું તમે મારા લોકોના જીવનો શિકાર કરશો, તમારા પોતાના જીવ બચાવી રાખશો?


પૃથ્વી પરથી ભલા માણસો નાશ પામ્યા છે, મનુષ્યોમાં કોઈ પ્રામાણિક રહ્યો નથી; તેઓ બીજાનું લોહી વહેવડાવવા માટે તલપી રહ્યા છે, તેઓ જાળ નાખીને પોતાના ભાઈઓનો શિકાર કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan