Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 1:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 “પૃથ્વીનું દરેક પશુ, આકાશમાંનું દરેક પક્ષી, પૃથ્વી પર પેટે ચાલનારું દરેક પ્રાણી જેમાં જીવનનો શ્વાસ છે, તેઓના ખોરાકને સારુ મેં સર્વ લીલોતરી આપી છે.” એ પ્રમાણે થયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 અને પૃથ્વીનું હરેક પશુ, તથા આકાશમાંનું હરેક પક્ષી તથા પૃથ્વી પર પેટે ચાલનારું હરેક પ્રાણી જેમાં જીવનનો શ્વાસ છે, તેઓના ખોરાકને માટે મેં સર્વ લીલોતરી આપી છે.” અને તેવું થયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

30 પરંતુ જેમનામાં જીવનનો શ્વાસ છે એવાં પૃથ્વી પરનાં સર્વ પ્રાણીઓ, આકાશમાંનાં સર્વ પક્ષીઓ અને પૃથ્વી પર પેટે ચાલતાં સર્વ પ્રાણીઓ માટે મેં સઘળી વનસ્પતિ આપી છે.” અને એમ જ થયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 પૃથ્વી પરનાં પ્રત્યેક પ્રાણીને અને આકાશમાંના પ્રત્યેક પક્ષીને તથા પૃથ્વી પર પેટે ચાલનારાં પ્રત્યેક જીવને ખાવા માંટે મેં લીલું ઘાસ અને છોડ આપ્યા છે.” અને એમ જ થયું.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 1:30
11 Iomraidhean Croise  

સર્વ પ્રકારની ખાદ્ય સામગ્રી ભેગી કરીને તારી પાસે વહાણમાં તેનો સંગ્રહ કરી રાખ. તે તારે માટે તથા તેઓને માટે ખોરાક થશે.


પૃથ્વી પર ચાલનારાં બધા પશુ તમારે સારુ ખોરાક થશે. જે પ્રમાણે મેં તમને લીલાં શાક આપ્યાં છે તે પ્રમાણે હવે હું તમને સઘળું બક્ષુ છું.


તેનાં બચ્ચાં પણ લોહી પીવે છે; અને જ્યાં મૃતદેહો પડ્યા હોય ત્યાં ગીધ એકઠાં થાય છે.”


તેઓનાં બચ્ચાં મજબૂત અને ખુલ્લાં મેદાનોમાં ઊછરેલાં હોય છે; તેઓ બહાર નીકળે છે અને પાછાં ફરતાં નથી.


જંગલ ગર્દભો પર્વતો પર રહે છે, કે જ્યાં તેઓનું ચરવાનું ઘાસ છે; ત્યાં તેઓ પોતાનો ખોરાક શોધી કાઢે છે.


બહેમોથની સામે જો. મેં તેને અને તને ઉત્પન્ન કર્યા છે, તે બળદની જેમ ઘાસ ખાય છે.


જંગલનાં બીજાં પ્રાણીઓ જ્યાં વસે છે; ત્યાં પર્વતો પરથી તેને ઘાસ મળી રહે છે.


તે જાનવરને માટે ઘાસ ઉપજાવે છે અને માણસના માટે શાકભાજી ઉપજાવે છે કે જેથી માણસ ભૂમિમાંથી અન્ન ઉપજાવે છે.


પશુઓને તેમ જ પોકાર કરતાં કાગડાનાં બચ્ચાંને પણ તે ખોરાક આપે છે.


Lean sinn:

Sanasan


Sanasan