એઝરા 9:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 અમારા પિતૃઓના સમયથી અમે ઘણા અપરાધ કર્યા છે. અમે અમારા રાજાઓએ તથા અમારા યાજકોએ અમારા અપરાધોને કારણે અમારી જાતને આ જગતના સત્તાધીશોને હવાલે કરી દીધી છે અને અમે તલવાર, બંદીવાસ, લૂંટફાટનો ભોગ બનીને આબરુહીન થયા છીએ અમને અપમાનિત કરવામાં આવ્યા છે. આજે પણ અમારી એ જ દશા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અમારા પિતૃઓના સમયથી તે આજ સુધી અમે ઘણા અપરાધ કર્યા છે. અમે, અમારા રાજા તથા અમરા યાજકો, અમારા અધર્મને લીધે, [બીજા] દેશોના રાજાઓના હાથમાં સોંપાઈને, તરવારને, બંદીવાસને, લૂટફાટને, ને ગેરઆબરૂને વશ થયા છીએ, આજે અમારી એ જ દશા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 અમારા પૂર્વજોના સમયથી આજ સુધી અમે ભયંકર પાપ કર્યાં છે. અમારાં પાપને લીધે અમારા રાજાઓ અને યજ્ઞકારો પરદેશી રાજાઓની સત્તાને તાબે થઈ ગયા છે. અમારી ક્તલ કરવામાં આવી છે, અમને લૂંટી લેવામાં આવ્યા છે. અમને કેદી તરીકે લઈ જવામાં આવ્યા છે અને અમારી આબરૂ લૂંટાઈ છે. આજે પણ અમારી એ જ દશા છે. Faic an caibideilપવિત્ર બાઈબલ7 અમારા પિતૃઓના સમયથી અમે ઘણા અપરાધ કર્યા છે; અમે અમારા રાજા તથા અમારા યાજકોએ અમારા પાપોને કારણે અમારી જાતને અન્ય દેશોના રાજાઓને હવાલે કરી દીધી છે અને અમે તરવારને, બંદીવાસને, લૂંટફાટને અને બેઆબરૂને વશ થયા છીએ અને અમને અપમાનિત કરવામાં આવ્યા છે. આજે અમે એ જ બેહાલ દશામાં છીએે. Faic an caibideil |