એઝરા 6:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 “કોરેશ રાજાએ પોતાના શાસનના પ્રથમ વર્ષ દરમિયાન યરુશાલેમમાં આવેલા ઈશ્વરના ભક્તિસ્થાનના સંબંધમાં આ હુકમ ફરમાવ્યો હતો: ‘અર્પણ કરવાનું ભક્તિસ્થાન બાંધવું. તે દીવાલની ઊંચાઈ સાઠ હાથ તથા પહોળાઈ સાઠ હાથ રાખવી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તેમાં આ પ્રમાણે લખેલું હતું: “કોરેશ રાજાએ પોતાની કારકિર્દીના પહેલા વર્ષમાં ઠરાવ કરીને હુકમ કર્યો કે, યરુશાલેમમાંના ઈશ્વરના મંદિર વિષે [હુકમ છે કે] જે મકાનમાં લોકો યજ્ઞાર્પણ કરે છે તે મંદિર બાંધવું, તેના પાયા મજબૂત નાખવા. તેની ઊંચાઈ તથા ચોડાઈ સાઠ સાઠ હાથ રાખવી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 તેમાં આ પ્રમાણે નોંધ હતી: “સમ્રાટ કોરેશે પોતાના શાસનકાળના પ્રથમ વર્ષે એવો હુકમ આપ્યો કે બલિદાનો તથા અર્પણો ચડાવવાના સ્થાન યરુશાલેમના મંદિરને ફરીથી બાંધવું. તેના પાયા પર જ કામ કરવું અને મંદિર આશરે સત્તાવીશ મીટર ઊંચું અને સત્તાવીશ મીટર લાંબું રાખવું. Faic an caibideilપવિત્ર બાઈબલ3 રાજા કોરેશે પોતાના શાસનના પ્રથમ વર્ષ દરમ્યાન યરૂશાલેમમાં આવેલા દેવના મંદિરના સંબંધમાં આ હુકમ ફરમાવ્યો હતો, લોકોનું યજ્ઞો અર્પણ કરવાનું જે સ્થાન છે એ સ્થાન પર મંદિર ફરી બાંધવું. તેના પાયાઓ જાળવી રાખવા એની ઊંચાઇ 90 ફુટ અને પહોળાઇ 90 ફુટ રાખવી. Faic an caibideil |