એઝરા 4:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 જ્યારે આર્તાહશાસ્તા રાજાનો આ પત્ર રહૂમ, શિમ્શાય તથા તેમના બીજા સાથીઓને વાંચી સંભળાવવામાં આવ્યો ત્યારે તેઓએ ઝડપથી યરુશાલેમ આવીને જોરજુલમથી યહૂદીઓને બાંધકામ કરતા અટકાવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 જ્યારે રહૂમ તથા ચિટનીસ શિમ્શાય તથા તેઓના સંગાથીઓની આગળ આર્તાહશાસ્તા રાજાનો આ પત્ર વાંચવામાં આવ્યો, ત્યારે તેઓએ ઉતાવળે યરુશાલેમ આવીને યહૂદીઓને જોરજુલમથી અટકાવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 આર્તાશાસ્તા રાજાનો આ પત્ર રાજ્યપાલ રહૂમ, પ્રાંતના મંત્રી શિમ્શાઈ તથા તેમના સહકાર્યકરોએ વાંચ્યો કે તેઓ તરત યરુશાલેમ પહોંચી ગયા અને યહૂદીઓને શહેરનું બાંધકામ અટકાવી દેવાની ફરજ પાડી. Faic an caibideilપવિત્ર બાઈબલ23 જ્યારે આર્તાહશાસ્તા રાજાનો આ પત્ર રહૂમ અને શિમ્શાય અને તેમના બીજા સાથીઓને વાંચી સંભળાવવામાં આવ્યો ત્યારે તેઓ ઝડપથી યરૂશાલેમ ધસી ગયા અને જોરજુલમથી યહૂદીયાઓને કામ કરતાં રોકી દીધા. Faic an caibideil |