Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 3:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પણ યાજકો, લેવીઓ, પૂર્વજોના કુટુંબોના આગેવાનો તથા વડીલોમાંના ઘણા વૃદ્ધો કે જેમણે અગાઉનું ભક્તિસ્થાન જોયું હતું તેઓની નજર આગળ જયારે આ ભક્તિસ્થાનના પાયા સ્થાપવામાં આવી રહ્યાં હતા ત્યારે તેઓ પોક મૂકીને રડ્યા. પણ બીજા ઘણા લોકોએ ઊંચા અવાજે હર્ષનાદ તથા ઉત્તેજિત પોકારો કર્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 પણ યાજકો તથા લેવીઓ તથા પિતૃઓના [કુટુંબોના] વડીલોમાંના ઘણા વૃદ્ધો કે જેમણે પ્રથમનું મંદિર જોયું હતું તેઓની નજર આગળ જ્યારે આ મંદિરનો પાયો નંખાયો, ત્યારે તેઓ મોટી પોક મૂકીને રડ્યા. વળી ઘણાએ હર્ષના આવેશમાં ઊંચે સ્વરે જયજયકાર કર્યો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 ઘણા વયોવૃદ્ધ યજ્ઞકારો, લેવીઓ અને ગોત્રોના આગેવાનોએ પ્રથમનું મંદિર જોયું હતું. તેમણે જ્યારે મંદિરનો પાયો નંખાતો જોયો ત્યારે તેમણે પોક મૂકીને વિલાપ કર્યો. પણ બીજા કેટલાકે તો હર્ષનો પોકાર પાડયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 ઘણા યાજકો, લેવીઓ અને કુટુંબના આગેવાનો અને વડીલો, જેમણે પહેલાનું મૂળ મંદિર જોયું હતું તેઓ પોતાની નજર સામે પાયો નંખાતો જોઇને રડી પડ્યા, પણ બીજા ઘણા લોકો મોટે સાદે હર્ષના પોકારો કરતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 3:12
12 Iomraidhean Croise  

લોકોના પોકારો હર્ષના છે કે વિલાપના, તે સમજી શકાતું નહોતું, કારણ કે લોકો હર્ષનાદ સાથે રડતા હતા અને તેઓનો અવાજ ઘણે દૂર સુધી સંભળાતો હતો.


જો કે તારી શરૂઆત નહિ જેવી હતી. તોપણ આખરે તે તને બહુ સફળ કરત.


જે કોઈ મુઠ્ઠીભર બીજ લઈને રડતાં રડતાં વાવવા જાય છે, તે પોતાની સાથે પૂળીઓ લઈને આનંદ સાથે પાછો આવશે.


યહોવાહની સ્તુતિ કરો, કેમ કે આપણા ઈશ્વરનાં સ્તુતિગીતો ગાવાં એ સારું તથા મનોરંજક છે, સ્તુતિ કરવી એ ઘટતું છે.


હે કીડા સમાન યાકૂબ, હે ઇઝરાયલના લોકો તમે બીશો નહિ; હું તને મદદ કરીશ.” એ યહોવાહનું, તારા છોડાવનાર, ઇઝરાયલના પવિત્રનું વચન છે.


છેક નાનામાંથી હજાર થશે અને જે નાનો છે તે બળવાન પ્રજા થશે; હું, યહોવાહ, નિર્મિત સમયે તે જલદી કરીશ.


યહોવાહ કહે છે, “તે દિવસોમાં અને તે સમયે’ ઇઝરાયલપુત્રો અને યહૂદિયાના લોકો સાથે મળીને આવશે, તેઓ રડતાં રડતાં આવશે અને તેમના ઈશ્વર યહોવાહની શોધ કરશે.


‘શું આ સભાસ્થાનનો અગાઉનો વૈભવ જોનારાઓમાંનો કોઈ તમારામાં જીવતો રહ્યો છે? હમણાં તમે તેને કેવી હાલતમાં જુઓ છો? શું તે તમારી નજરમાં શૂન્યવત્ નથી?


નાના કામોના આ દિવસને કોણે ધિક્કાર્યો છે? આ લોકો ઝરુબ્બાબેલના હાથમાં ઓળંબો જોઈને આનંદ કરશે. “યહોવાહની આ સાત દીવારૂપી આંખો, આખી પૃથ્વી પર સર્વત્ર ફરતી રહે છે.”


Lean sinn:

Sanasan


Sanasan