એઝરા 1:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 વળી નબૂખાદનેસ્સાર રાજાએ, યરુશાલેમના, યહોવાહના ઘરમાંથી લાવીને પોતાના દેવોના મંદિરોમાં જે વસ્તુઓ મૂકી હતી, તે વસ્તુ સામગ્રી કોરેશ રાજાએ મંગાવી લીધી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 વળી યહોવાના મંદિરનાં પાત્રો નબૂખાદનેસ્સારે યરુશાલેમમાંથી લાવીને પોતાના ઈશ્વરનાં મંદિરમાં મૂક્યા હતા, તે કોરેશ રાજાએ મંગાવી લીધાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 નબૂખાદનેસ્સારે યરુશાલેમના પ્રભુના મંદિરમાંથી જે પાત્રો અને પ્યાલાઓ ઉપાડી લાવીને પોતાના દેવોના મંદિરમાં રાખ્યાં હતાં તે પણ સમ્રાટ કોરેશે તેમને મંગાવી આપ્યાં. Faic an caibideilપવિત્ર બાઈબલ7 વળી રાજા કોરેશે પણ તેમને યહોવાના મંદિરમાંથી વસ્તુઓ આપી. આ વસ્તુઓ નબૂખાદનેસ્સાર રાજાએ યરૂશાલેમના યહોવાના મંદિરમાંથી લઇ જઇને પોતાના દેવોના મંદિરમાં મૂકી હતી. Faic an caibideil |
પણ તમે આકાશના ઈશ્વરની સામે ગર્વ કર્યો છે. તેમના ભક્તિસ્થાનમાંથી પાત્રો લાવીને તમે, તમારા અમીર ઉમરાવોએ, તમારી પત્નીઓએ અને ઉપપત્નીઓએ તેમાંથી દ્રાક્ષારસ પીધો છે. તમે સોના, ચાંદી, લોખંડ, લાકડા તથા પથ્થરની મૂર્તિઓ કે જે મૂર્તિઓ જોતી નથી, સાંભળતી નથી કે જાણતી નથી તેઓની પૂજા કરી છે. જે ઈશ્વરના હાથમાં આપનો શ્વાસોચ્છવાસ છે જે તમારા સઘળા માર્ગો જાણે છે, તે ઈશ્વરને તમે માન આપ્યું નથી.