હઝકિયેલ 9:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 પછી જુઓ, છ માણસો પોતાના હાથમાં પોતપોતાનું સંહારક શસ્ત્ર લઈને ઉત્તર તરફ આવેલા ઉપરના દરવાજાથી આવ્યા. તેઓની મધ્યે શણનાં વસ્ત્ર પહેરેલો એક માણસ હતો. તેની કમર પર લહિયાનો શાહીનો ખડિયો લટકાવેલો હતો. તે બધા અંદર જઈને પિત્તળની વેદી આગળ આવીને ઊભા રહ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 ત્યારે જુઓ, છ માણસ પોતપોતાનું સંહારક શસ્ત્ર હાથમાં લઈને ઉત્તર તરફ આવેલા ઉપલા દરવાજાને રસ્તેથી આવ્યા. અને તેઓની વચ્ચે શણનાં વસ્ત્ર પહેરીને એક માણસ ઊભો હતો, તેની કમરે લહિયાનો શાહીનો ખડિયો લટકાવેલો હતો. તેઓ અંદર જઈને પિત્તળની વેદી પાસે ઊભા રહ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 તેથી તે જ ક્ષણે છ માણસો મંદિરની ઉત્તરે આવેલા ઉપલા દરવાજે થઈને પોતપોતાનું સંહારક શસ્ત્ર લઈને આવ્યા. અળસીરેસાનાં શ્વેત વસ્ત્રો પહેરેલો એક માણસ તેમની સાથે ઊભો હતો. તેની કમરે લહિયાનું શાહી ભરેલું શિંગ લટકાવેલું હતું. તેઓ આવીને તાંબાની યજ્ઞવેદી પાસે ઊભા રહ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ2 અને અચાનક મંદિરની ઉત્તરે આવેલા ઉપરના દરવાજામાંથી છ માણસો આવ્યાં. દરેકના હાથમાં સંહારક હથિયાર હતું. તેમની સાથે સુતરાઉ રેસાના વસ્ત્ર પહેરેલો એક માણસ હતો. તેની કમર પર લહિયાનો શાહીનો ખડિયો અને કલમ લટકાવેલા હતાં. તે બધા મંદિરમાં પિત્તળની વેદી આગળ આવીને ઊભા રહ્યા. Faic an caibideil |