હઝકિયેલ 8:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 પછી તે મને યહોવાહના સભાસ્થાનના અંદરના આંગણામાં લાવ્યો, તો જુઓ, ત્યાં યહોવાહના સભાસ્થાનના પ્રવેશદ્વાર આગળ, પરસાળ તથા વેદીની વચ્ચે આશરે પચીસ માણસો યહોવાહના સભાસ્થાનની તરફ પીઠ ફેરવીને તથા તેઓનાં મુખ પૂર્વ તરફ કરીને સૂરજની પૂજા કરતા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 પછી તે મને યહોવાના મંદિરના અંદરના ચોકમાં લાવ્યો, તો જુઓ, યહોવાના મંદિરના બારણા આગળ, પરસાળ તથા વેદીની વચ્ચે, આશરે પચીસ માણસો હતા, તેઓની પીઠ યહોવાના મંદિર તરફ હતી, ને તેમનાં મુખ પૂર્વ તરફ હતાં. તેઓ પૂર્વ તરફ [જોઈને] સૂર્યની પૂજા કરતા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 પછી તે મને પ્રભુના મંદિરના અંદરના પટાંગણમાં લઈ આવ્યો, ત્યાં પ્રભુના મંદિરના પ્રવેશદ્વાર પાસે, પરસાળ તથા યજ્ઞવેદીની વચ્ચે આશરે પચીસ માણસો હતા. તેમની પીઠ પ્રભુના મંદિર તરફ હતી અને મોં પૂર્વ તરફ હતાં. તેઓ પૂર્વમાં જોઈને સૂર્યની પૂજા કરતા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ16 પછી તે મને યહોવાના મંદિરના અંદરના ચોકમાં લઇ આવ્યા. તો ત્યાં મંદિરના પ્રવેશદ્વાર આગળ, મંદિર અને વેદીની વચ્ચે આશરે પચીસ માણસો પવિત્રસ્થાન તરફ પીઠ કરીને અને પૂર્વાભિમુખ થઇને ઊગતા સૂરજની પૂજા કરવા માટે નીચે નમતા હતા. Faic an caibideil |
અમે અમારા પૂર્વજો, અમારા રાજાઓ અને અમારા આગેવાનો યહૂદિયાના નગરોમાં અને યરુશાલેમના મહોલ્લાઓમાં જેમ કરતા હતા, તેમ આકાશની રાણીની આગળ ધૂપ બાળવા વિષે તથા તેની આગળ પેયાર્પણો રેડવા વિષે અમે જે માનતા લીધી છે તે પ્રમાણે અમે અવશ્ય કરીશું. કેમ કે તે વખતે અમારી પાસે પુષ્કળ રોટલી હતી. અમે સુખી અને સમૃદ્ધ હતા. અને અમે વિપત્તિ જોઈ ન હતી.