હઝકિયેલ 8:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
1 છઠ્ઠા વર્ષના છઠ્ઠા મહિનાના પાંચમા દિવસે હું મારા ઘરમાં બેઠો હતો. યહૂદિયાના વડીલો મારી આગળ બેઠા હતા ત્યારે ત્યાં પ્રભુ યહોવાહના હાથે મને સ્પર્શ કર્યો.
1 છઠ્ઠા વર્ષના છઠ્ઠા માસના પાંચમા દિવસે હું મારા ઘરમાં બેઠો હતો અને યહૂદિયાના આગેવાનો મારી સામે બેઠા હતા ત્યારે પ્રભુ પરમેશ્વરના પરાક્રમી પ્રભાવે કબજો મારો લીધો.
એલિશા પોતાના ઘરમાં બેઠો હતો અને તેની સાથે વડીલો બેઠા હતા. રાજાએ પોતાની પાસેથી તેની આગળ એક માણસ મોકલ્યો, પણ તે સંદેશાવાહક આવી પહોંચ્યો તે પહેલાં જ એલિશાએ વડીલોને કહ્યું હતું કે, “જો, એ ખૂનીના દીકરાએ મારું માથું કાપી નાખવાને માણસ મોકલ્યો છે. જુઓ જ્યારે સંદેશાવાહક આવે ત્યારે તેને બહાર ઊભો રાખીને બારણું બંધ કરી દેજો. શું તેના માલિકના પગનો અવાજ તેની પાછળ નથી સંભળાતો?’
એ માટે તેઓને કહે કે, ‘પ્રભુ યહોવાહ કહે છે: ઇઝરાયલ લોકોનો દરેક માણસ જે પોતાના હૃદયમાં મૂર્તિ સંઘરી રાખે છે, પોતાના અન્યાયરૂપી ઠેસ પોતાના મુખ આગળ મૂકે છે અને જે પ્રબોધક પાસે આવે છે, તેને હું યહોવાહ તેની મૂર્તિઓની સંખ્યા પ્રમાણે જવાબ આપીશ.
મારા લોકો વારંવાર કરતા હોય તે પ્રમાણે તારી પાસે આવે છે, તારી આગળ બેસીને તારું સાંભળે છે, પણ તેઓ તે પાળતા નથી. તેઓના મુખમાં સાચા શબ્દો છે પણ હૃદય ખોટા લાભ પાછળ જાય છે.
અમારા બંદીવાસના પચીસમા વર્ષે તે વર્ષની શરૂઆતના મહિનાના દસમા દિવસે એટલે નગરનો પરાજય થયા પછી ચૌદમા દિવસે યહોવાહનો હાથ મારા પર આવ્યો અને તે મને ત્યાં લાવ્યો.
રાજા શોક કરશે અને રાજકુમારો પાયમાલીથી ઘેરાઈ જશે, દેશના લોકોના હાથ ભયથી કાંપી ઊઠશે. તેઓનાં આચરણ પ્રમાણે હું તેઓને સજા કરીશ! હું તેઓના ગુણદોષ મુજબ તેઓનો ન્યાય કરીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!”