હઝકિયેલ 7:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 આપત્તિ પર આપત્તિ આવશે, અફવા પર અફવા ચાલશે, તેઓ પ્રબોધકો પાસેથી સંદર્શન શોધશે, પણ યાજકોમાંથી નિયમશાસ્ત્રનો અને વડીલોમાંથી બુધ્ધિનો નાશ થશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 હાનિ પર હાનિ આવશે, ને અફવા પર અફવા ચાલશે; અને તેઓ પ્રબોધક પાસેથી સંદર્શન શોધશે; પણ યાજકમાંથી નિયમશાસ્ત્રના જ્ઞાનનો, ને વડીલોમાંથી બુદ્ધિનો, લોપ થશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 વિપત્તિ પર વિપત્તિ આવી પડશે અને અફવા પર અફવા ચાલશે. તેઓ સંદેશવાહક પાસેથી સંદર્શન શોધશે; પરંતુ યજ્ઞકારો પાસેથી નિયમશાસ્ત્રના જ્ઞાનનો અને વડીલો પાસેથી સલાહશક્તિનો લોપ થશે. Faic an caibideilપવિત્ર બાઈબલ26 આફત એક પછી એક આવી પડશે, એક પછી એક અફવા ફેલાશે, તેઓ પ્રબોધકોને ભાવી જાણવા ફોગટ પૂછ-પૂછ કરશે. યાજકો પણ કશું માર્ગદર્શન નહિ આપી શકે, તેમ વડીલો કશી સલાહ નહિ આપી શકે. Faic an caibideil |
પછી લોકોએ કહ્યું, “આવો આપણે યર્મિયાની વિરુદ્ધ ઘાટ ઘડીએ, કેમ કે યાજકો પાસે નિયમશાસ્ત્ર, જ્ઞાની પાસે સલાહ તથા પ્રબોધકો પાસે પ્રબોધ ખૂટવાનો નથી. આપણે શું કરવું તે આપણને કહેવા માટે છે. આપણને યર્મિયાની સલાહની જરાય જરૂર નથી. આપણે તેને ચૂપ કરી દઈએ. જેથી તે આપણી વિરુદ્ધ કંઈ પણ વધારે બોલી શકે નહિ અને આપણને ફરીથી હેરાન કરે નહિ.”