Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 7:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તેઓએ રણશિંગડું વગાડીને સઘળું તૈયાર કર્યું છે, પણ કોઈ યુદ્ધમાં જતું નથી, કેમ કે મારો રોષ આખા સમુદાય પર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તેઓએ રણશિંગડું વગાડીને સર્વ તૈયાર કર્યું છે; પણ કોઈ યુદ્ધમાં જતો નથી; કેમ કે મારો રોષ તેઓના આખા સમુદાય પર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 રણશિંગડું ફૂંક્ય છે, સૌને સાબદા કરવામાં આવે છે, પણ કોઈ યુદ્ધમાં જતું નથી, કારણ, મારો કોપ સમસ્ત સમુદાય પર એક્સરખો ઊતરવાનો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 “ઇસ્રાએલના સૈન્યને એકત્ર કરવા એ લોકો રણશિંગડું વગાડે છે. લડાઇ માટે બધી તૈયારીઓ કરે છે પણ કોઇ યુદ્ધમાં જતું નથી, કારણ મારો રોષ સૌ ઉપર એકસરખો ઊતરનાર છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 7:14
11 Iomraidhean Croise  

જંગલમાની સર્વ ઉજ્જડ ટેકરીઓ પર નાશ કરનારા ચઢી આવ્યા છે. કેમ કે યહોવાહની તલવાર દેશના એક છેડાથી બીજા છેડા સુધી ખાઈ જાય છે. પ્રાણી માત્રને શાંતિ નથી.


આ પ્રમાણે યરુશાલેમમાં અને સર્વ યહૂદિયામાં પોકારીને કહો કે, આખા દેશમાં રણશિંગડું વગાડો. અને પોકારીને કહો કે, “આપણે એકઠા થઈએ” અને ચાલો કિલ્લેબંધ નગરોમાં જઈએ’


પૃથ્વી પર ઝંડો ફરકાવો, બધી પ્રજાઓમાં રણશિંગડા ફૂંકાવો, વિદેશીઓને સજ્જ કરો. અરારાટ, મિન્ની અને આશ્કેનાઝના રાજ્યોને તેની સામે લડવા બોલાવો, તેની સામે હુમલો કરવાને સેનાપતિ નીમો. તીડોનાં ટોળાંની જેમ ઘોડેસવારોને ભેગા કરો.


“હે બિન્યામીનના લોકો, યરુશાલેમમાંથી જીવ બચાવવા નાસી જાઓ, તકોઆમાં રણશિંગડું વગાડો. અને બેથ-હાકકેરેમ પર અગ્નિ સળગાવીને ચેતવણી આપો. કેમ કે ઉત્તર તરફથી વિપત્તિ તથા મહાવિનાશ આવે છે.


પણ હું યહોવાહના રોષથી ભરપૂર છું, હું તેને અંદર દબાવી શકતો નથી. મહોલ્લાના લોકો પર અને ટોળે વળતા યુવાનો પર તેનો ઊભરો કાઢ. કેમ કે પુરુષ તથા સ્ત્રી અને ઘરડાઓ સુદ્ધાં બધા જ પકડાઈ જશે.


તેથી પ્રભુ યહોવાહ એમ કહે છે; જુઓ, આ જગ્યા પર, મનુષ્ય પર, પશુ પર, તેમ જ ખેતરનાં વૃક્ષો પર તથા ભૂમિના પાક પર મારો કોપ તથા મારો ક્રોધ ઊતરશે અને તે બળ્યા કરશે પણ હોલવાઈ જશે નહિ.


તેમણે ભારે કોપથી ઇઝરાયલનું સઘળું બળ કાપી નાખ્યું છે. તેમણે શત્રુની આગળ પોતાનો જમણો હાથ પાછો ખેંચી લીધો છે. જે ભડભડ બળતો અગ્નિ ચારે તરફનું બાળી નાખે છે તેમ તેમણે યાકૂબને બાળી નાખ્યો છે.


શત્રુની જેમ તેમણે પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે. જાણે સામાવાળો હોય તેમ તેઓ પોતાનો જમણો હાથ ઉગામીને ઊભા રહ્યા છે. જે બધા દેખાવમાં સુંદર હતા, તેઓનો તેમણે નાશ કર્યો છે. સિયોનની દીકરીના મંડપમાં તેમણે પોતાનો કોપ અગ્નિની જેમ પ્રસાર્યો છે.


અને જ્યારે તમે પોતાનાં દેશમાં તમારા પર જુલમ કરનારા દુશ્મનો સાથે યુદ્ધ કરવા જાઓ ત્યારે ભયસૂચક રણશિંગડાં વગાડો. યહોવાહ રણશિંગડાંનો અવાજ સાંભળશે, તમને યાદ કરશે અને તમને તમારા દુશ્મનોથી બચાવશે.


Lean sinn:

Sanasan


Sanasan