હઝકિયેલ 48:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 કુળોનાં નામ આ પ્રમાણે છે. દાનનું કુળ દેશનો એક ભાગ પ્રાપ્ત કરશે: તેની સરહદ ઉત્તરની સરહદથી હેથ્લોનના રસ્તાની બાજુએ લબો હમાથ સુધી. દમસ્કસની સરહદ ઉપરના હસાર-એનાન સુધી અને ઉત્તરે હમાથ સુધી, તે પ્રદેશની પૂર્વ તથા પશ્ચિમ તરફની આ સરહદો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 “હવે કુળોનાં નામ નીચે પ્રમાણે છે: ઉત્તર છેડાથી તે હેથ્લોનના માર્ગની બાજુએ હમાથના નાકા સુધી, ને ત્યાંથી દમસ્કસની સરહદ ઉપરના હસાર-એનાન સુધી, ને ઉત્તરે છેક હમાથની પડોશ સુધી; [આ પ્રમાણે] તેઓની પૂર્વ પશ્ચિમ સરહદ થશે; એ એક ભાગ દાનનો Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 હવે વહેંચણીમાં કુળોની વિગત આ પ્રમાણે છે: દેશની ઉત્તર સીમા આ રીતે પૂર્વ તરફ આગળ વધે છે: ભૂમધ્ય સમુદ્રથી હેથલોનના નગર સુધી, ત્યાંથી હમાથના ઘાટ સુધી, ત્યાંથી એનોન નગર સુધી, અને ત્યાંથી દમાસ્ક્સ અને હમાથની સરહદોની વચ્ચે સુધી જાય છે. ઉત્તરને છેડે આવેલો આ ભાગ દાનને મળશે. Faic an caibideilપવિત્ર બાઈબલ1 “હવે કુળોનાં નામ અને તેઓને મળનાર પ્રદેશની વિગતો નીચે પ્રમાણે છે. ઉત્તરની સરહદે દાન કુળ; ભૂમધ્ય સમુદ્રની ઇશાનથી હમાથના કાંઠા સુધી, હસાર-એનાન, અને દક્ષિણે આવેલા દમસ્ક અને ઉત્તરે આવેલા હમાથની વચ્ચે સુધી તે પ્રદેશની પૂર્વ અને પશ્ચિમ તરફની આ સરહદો છે. Faic an caibideil |