હઝકિયેલ 47:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જ્યાં તે પાણી વહેશે ત્યાં બધી જાતનાં પશુઓનાં ટોળાં થશે. તેઓ જીવતાં રહેશે. આ પાણીને કારણે તેમાં માછલાંઓ થશે, ખારા સમુદ્રનું પાણી મીઠું થઈ જશે. જ્યાં જ્યાં આ નદી ગઈ છે ત્યાં દરેક વસ્તુમાં ચૈતન્ય આવશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 જ્યાં કહીં તે નદી જશે ત્યાંનાં સર્વ પ્રકારનાં પ્રાણીઓ જથાબંધ જીવશે. અને તેમાં જાતજાતનાં પુષ્કળ માછલાં થશે, કેમ કે આ પાણી ત્યાં ગયાં છે, તેથી [સમુદ્રનાં પાણી] મીઠાં થશે, ને જ્યાં જ્યાં તે નદી ગઈ છે ત્યાં દરેક વસ્તુ સજીવન થશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 જ્યાં જ્યાં એ પાણી વહે છે ત્યાં ત્યાં સર્વ પ્રકારનાં પ્રાણીઓ અને માછલાંનાં ટોળેટોળાં જીવશે. એ નદી મૃતસમુદ્રનાં પાણીને પણ મીઠાં બનાવશે અને જ્યાં જ્યાં તે વહેશે ત્યાં ત્યાં જીવન પ્રસારશે. Faic an caibideilપવિત્ર બાઈબલ9 જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાંઓ ઉભરાવા માંડશે. એ પાણીનો ઝરો મૃતસરોવરના પાણીને મીઠું બનાવી દેશે. અને એ જ્યાં જ્યાં થઇને વહેશે ત્યાં જીવન ફેલાવશે. Faic an caibideil |