હઝકિયેલ 47:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તમારા પોતાના માટે તથા તમારી મધ્યે વસતા પરદેશીઓ, જેઓને તમારા દેશમાં સંતાન થશે અને જેઓ તારી સાથે છે, એટલે ઇઝરાયલ દેશના મૂળ વતનીઓ જેવા, તેઓને માટે આ દેશ વારસા તરીકે ચિઠ્ઠીઓ નાખીને વહેંચી લેવો. તમારે ઇઝરાયલનાં કુળો મધ્યે વારસા માટે ચિઠ્ઠીઓ નાખવી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 તે તમારે પોતાને માટે તથા તમારામાં આવી રહેનારા પરદેશીઓ કે જેઓને તમારા દેશમાં સંતાન થશે તેઓને માટે વારસા તરીકે તમારે ચિઠ્ઠીઓ નાખીને વહેંચી લેવો. તમારે તેઓને ઇઝરાયલમાંના તમારા દેશી ભાઈઓ જેવા ગણવા. તેઓને ઇઝરાયલનાં કુળોની સાથે તમારી બરાબર વારસો મળે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 એ તમારી કાયમી સંપત્તિ થશે. તમે જમીનની વહેંચણી કરો ત્યારે તમારી મધ્યે વસતા પરદેશીઓ અને તેમને અહીં જે બાળકો થયાં છે તેમને પણ તમારે જમીનની વહેંચણીમાં ભાગ આપવો. તેમને પણ જાતભાઈઓ એટલે ઇઝરાયલીઓ જેવા ગણવા અને તેમને પણ ઇઝરાયલનાં કુળોની સાથે ચિઠ્ઠીઓ નાખી જમીનની વહેંચણી કરવી. Faic an caibideilપવિત્ર બાઈબલ22 તમારા પોતાના માટે અને તમારી મધ્યે પોતાના કુટુંબો સાથે વસતા પરદેશીઓ માટે આ દેશને વતન તરીકે વહેંચી આપવો. આ દેશમાં જન્મેલા વિદેશી માતાપિતાના બાળકો પણ દેશના વતની કહેવાશે. તમારા બાળકોની જેમજ તેઓને એક સરખા અધિકારો મળશે. Faic an caibideil |