Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 47:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 અને એવું થશે કે પાણી પાસે માછીમારો ઊભા રહેશે, એન-ગેદીથી એન-એગ્લાઈમ સુધી જાળો પાથરવાની જગા થશે. ત્યાં મહાસમુદ્રની માછલીઓની જેમ તેમાં વિવિધ પ્રકારની માછલીઓ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 વળી તેને તીરે માછીઓ ઊભા રહેશે. એન-ગેદીથી તે એન-એગ્લાઈમ સુધી તો જાળો પાથરવાની જગા થશે. અને મહા સમુદ્રનાં માછલાંની જેમ તેમાં જાતજાતનાં પુષ્કળ માછલાં થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 એનગેદીના જલસ્રોતથી માંડી એન-એગ્લાઇમના જલસ્રોત સુધી સમગ્ર સમુદ્રકાંઠા ઉપર માછીમારો હશે અને ત્યાં તેઓ પોતાની જાળો સૂકવશે. ભૂમધ્ય સમુદ્રનાં માછલાંની જેમ ત્યાં પણ અનેક પ્રકારનાં માછલાં થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 મૃતસમુદ્રના કાંઠે માછીમારો ઊભા રહેશે અને એન-ગેદીથી છેક એન-એગ્લાઇમ સુધી સર્વ જગ્યાએ માછલાં પકડશે. તેનો કિનારો માછલી પકડવાની જાળો પાથરવાનું સ્થળ બની રહેશે અને ત્યાં મોટા સમુદ્રમાં છે તેમ વિવિધ પ્રકારની માછલીઓ હશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 47:10
21 Iomraidhean Croise  

પછી તેઓ પાછા ફર્યા અને એન-મિશ્પાટ એટલે કાદેશમાં આવ્યા અને અમાલેકીઓના આખા દેશને તથા હાસસોન-તામારમાં રહેનારા અમોરીઓને પણ તેઓએ હરાવ્યા.


કેટલાકે યહોશાફાટને ખબર આપી, “એક મોટું લશ્કર મૃતસમુદ્રને સામે કિનારે આવેલા અરામથી તારી વિરુદ્ધ આવી રહ્યું છે,” તે લોકો હાસસોન-તામાર એટલે કે એન-ગેદીમાં છે.


જુઓ આ વિશાળ તથા ઊંડા સમુદ્રમાં, અસંખ્ય જીવજંતુઓ, નાનાંમોટાં જળચરો છે.


માછીમારો રડશે અને શોક કરશે, નીલમાં ગલ નાખનાર વિલાપ કરશે તેમ જ પાણીમાં જાળ નાખનારાઓ નિરાશ થશે.


જુઓ, તેઓ દૂરથી આવશે, થોડા ઉત્તરથી તથા પશ્ચિમથી; તથા અન્ય સીનીમ દેશમાંથી આવશે.


તારા વિરહના સમયમાં જન્મેલા બાળકો તારા સાંભળતાં કહેશે, ‘આ જગા અમારે માટે ખૂબ સાંકડી છે, અમારે માટે જગા કર કે અમે રહી શકીએ.’


કેમ કે હું તને ઉઘાડો ખડક બનાવી દઈશ, તું જાળ પાથરવાની જગા થશે. તેને ફરીથી કદી બાંધવામાં આવશે નહિ, કેમ કે હું યહોવાહ તે બોલ્યો છું!” આમ પ્રભુ યહોવાહ કહે છે.


તે જાળો પાથરવાની જગા થશે, કેમ કે પ્રભુ યહોવાહ કહે છે, ‘પ્રજાઓ તેને લૂંટી લેશે.


ભૂમિની સરહદ ઉત્તર બાજુએ મહા સમુદ્રથી હેથ્લોન તથા લબો હમાથથી સદાદ સુધી છે.


દક્ષિણ બાજુ, દક્ષિણ તામારથી મરીબા કાદેશના પાણી સુધી, મિસરનાં ઝરણાંથી મહા સમુદ્ર સુધી હોય, આ દક્ષિણ તરફની સરહદ છે.


ગાદની દક્ષિણ સરહદની લગોલગ તામારથી મરીબા કાદેશનાં પાણી સુધી અને આગળ મિસરના ઝરણાં સુધી અને મહાસમુદ્ર સુધી હોય.


મોટો સમુદ્ર તથા તેનો કિનારો તે તમારી પશ્ચિમ સરહદ હશે.


ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘મારી પાછળ આવો અને હું તમને માણસોના પકડનારા કરીશ.’


ઈસુએ તેઓને કહ્યું કે, ‘મારી પાછળ આવો અને હું તમને માણસો પકડનારા કરીશ.’”


નિબ્શાન, ખારાનું નગર તથા એન-ગેદી; તેઓનાં ગામો સહિત આ છ નગરો.


જુઓ જે દેશો તમારાં કુળો માટે જીતવામાં આવ્યા છે અને યર્દનથી પશ્ચિમમાં મોટા સમુદ્ર સુધી જે દેશોનો અને દેશજાતિઓનો મેં અગાઉથી જ નાશ કર્યો હતો, તે મેં તમને વારસા તરીકે આપ્યાં છે.


દાઉદ ત્યાંથી નીકળીને એન-ગેદીના કિલ્લાઓમાં જઈને રહ્યો.


જયારે શાઉલ પલિસ્તીઓની પાછળ પડવાનું ટાળીને પાછો આવ્યો, ત્યારે તેને એમ કહેવામાં આવ્યું કે, “દાઉદ એન-ગેદીના અરણ્યમાં છે.”


Lean sinn:

Sanasan


Sanasan