હઝકિયેલ 46:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 સરદાર બહારના દરવાજાની ઓસરીના માર્ગે અંદર પ્રવેશ કરીને દરવાજાની બારસાખ આગળ ઊભો રહે, યાજક તેનું દહનીયાર્પણ તથા તેનાં શાંત્યર્પણો તૈયાર કરે. તે દરવાજાના ઉંબરા પર ઊભો રહીને ભજન કરે, પછી બહાર જાય, પણ દરવાજો સાંજ સુધી બંધ ન કરવો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 સરદાર બહારના દરવાજાની પરસાળને માર્ગે અંદર દાખલ થઈને દરવાજાની બારસાખ આગળ ઊભો રહે, ને યાજકો તેનું દહનીયાર્પણ તથા તેના શાંત્યાર્પણો તૈયાર કરે, ને તે દરવાજાના ઉંબરા આગળલ ઊભો રહીને ભજન કરે. પછી તે બહાર નીકળી જાય; પણ દરવાજાને સાંજ સુધી બંધ ન કરવો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 રાજર્ક્તાઓએ બહારના ચોકમાંથી ઓસરીમાં થઈને અંદર દાખલ થવું ને અંદરના દરવાજાની બારસાખ પાસે ઊભા રહેવું. તે દરમ્યાન યજ્ઞકારો રાજર્ક્તાના દહનબલિ અને સંગતબલિ ચડાવે. ત્યાં દરવાજાના ઉંબરા પાસે જ આરાધના કરી રાજર્ક્તાએ પાછા બહાર નીકળી જવું, પણ દરવાજો સાંજ સુધી બંધ ન કરવો. Faic an caibideilપવિત્ર બાઈબલ2 રાજકુમારે બહારના પ્રાંગણમાંથી ઓસરીમાં થઇ અંદરના દરવાજાના થાંભલા આગળ ઊભા રહેવું. અને યાજકે તેના દહનાર્પણો હોમી દેવા અને શાંત્યર્પણો ચઢાવવા ત્યાં દરવાજા આગળના પ્રવેશદ્રારે તેણે જરૂર નીચા નમીને પ્રણામ કરી, તેણે પાછા બહાર ચાલ્યા જવું. દરવાજો સાંજ સુધી બંધ ન કરવો. Faic an caibideil |
અને તેણે જોયું કે રાજા સ્તંભ પાસે દરવાજા આગળ ઊભો હતો. તેની પાસે લશ્કરી અધિકારીઓ અને રણશિંગડાં વગાડનારાઓ ઊભા હતા. દેશના બધા લોકો આનંદ કરતા હતા અને રણશિંગડાં વગાડતા હતા. ગાયકો વાજિંત્રો સાથે ગીતો ગાઈને ઈશ્વરની સ્તુતિ કરતા હતા. તે જોઈને અથાલ્યાએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં અને તેણે મોટે સાદે બૂમ પાડી, “રાજદ્રોહ, રાજદ્રોહ!”