હઝકિયેલ 43:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 જો તેઓએ જે કર્યું તેને લીધે તેઓ શરમાતા હોય તો તું તેઓને સભાસ્થાનની આકૃતિ, તેની યોજના, તેના દાખલ થવાના તથા બહાર નીકળવાના દરવાજા, તેનું બંધારણ તથા તેના બધા નિયમો તથા વિધિઓ તેઓને જણાવ. આ બધું તું તેઓના દેખતાં લખી લે, જેથી તેઓ તેની રચના તથા તેના બધા નિયમોનું પાલન કરે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 જો તેઓ પોતાનાં સર્વ કૃત્યોને લીધે લજવાતા હોય તો તેઓને મંદિરની આકૃતિ તેની રચના, તેના દરવાજા, તેનાં બારણાં, તેનું સર્વ બંધારણ, તેના સર્વ વિધિઓ તથા તેના સર્વ નિયમો તારે જણાવવાં, ને તેઓના દેખતાં લખવાં, જેથી તેઓ તેની તમામ રચના તથા તેના સર્વ વિધિઓનું અનુકરણ કરીને તેમનો અમલ કરે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 જો તેઓ પોતાનાં કૃત્યો માટે લજવાતા હોય તો તેમને મંદિરનો નકશો સમજાવ. મંદિરનું આયોજન, પ્રવેશમાર્ગો અને બહાર જવાના માર્ગો, એનો આકાર, બધી જાતની વ્યવસ્થા તથા તેના નિયમો અને ધારાધોરણો જણાવ. તેમને માટે તું આ બધી વાતો લખી લે; જેથી તેઓ બધી વ્યવસ્થા જોઈ શકે અને બધા નિયમો પાળી શકે. Faic an caibideilપવિત્ર બાઈબલ11 જો તેઓ પોતાનાં કૃત્યો માટે શરમાતા હોય તો તું તેમને મંદિરનો નકશો સમજાવજે; એની યોજના, એના દાખલ થવાના અને બહાર નીકળવાના માર્ગો, એનો ઘાટ, એમાં બધું કેવી રીતે ગોઠવેલું છે તે, અને એનાં બધાં નિયમો અને ધારાધોરણો, આ બધું તું તેમને માટે લખી લે, જેથી તેઓ જોઇ શકે કે બધું કેવી રીતે ગોઠવેલું છે અને બધા નિયમોનું પાલન કરી શકે. Faic an caibideil |