હઝકિયેલ 41:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તે ઓરડીઓ હારબંધ એમ ત્રીસ હતી. તેમના ત્રણ માળ હતા. ચારેબાજુ ઓરડીઓને માટે સભાસ્થાનની જે દીવાલ હતી તે તેની અંદર ઘૂસેલી હતી, એ માટે કે તેમના પર તેનો આધાર રહે અને સભાસ્થાનની દીવાલ પર તેમનો આધાર ન રહે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 એ ઓરડીઓ હારબંધ ત્રીસ હતી, ને તેમના ત્રણ માળ હતા. ચારે તરફ ફરતી ઓરડીઓને માટે મંદિરની જે ભીંત હતી તેની અંદર તેઓ ઘૂસેલી હતી, એ માટે કે તે પર તેમનો આધાર રહે, ને મંદિરની ભીંત પર આધાર ન રહે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 એ ઓરડીઓ ત્રણ માળની હતી. દરેક માળે ત્રીસ ઓરડીઓ હતી. મંદિરની દીવાલની જાડાઈ ઉપર જતાં દરેક માળે ઓછી થતી હતી. તેથી દીવાલની અંદર દરેક માળે આ ઓરડીઓના મોભને આધાર આપવા માટે ખાંચા હતા, તેથી એ ઓરડીઓના મોભને ખાંચોનો ટેકો હતો, અને મંદિરની આખી દીવાલમાં કાણાં પાડીને તેમને ટેકો આપવો પડતો નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ6 એ ઓરડીઓ એક ઉપર એક આવેલી હતી. ત્રણ માળ મળીને કુલ 30 હતી. મંદિરની ભીંતની જાડાઇ દરેક માળે ઓછી થતી જતી હતી એટલે દરેક માળે એ ભીતમાં ખાંચો રહેતો હતો. તેથી ઓરડીઓ મંદિરની ભીંતમાં કાણાં પાડ્યા વગર એ ખાંચાને ટેકે રહી શકતી હતી. Faic an caibideil |