હઝકિયેલ 40:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 સભાસ્થાનની ચારે તરફ દીવાલ હતી. એનો માપદંડ માણસના હાથમાં હતો, એક હાથ અને ચાર આંગળાનો એક, એવા છ હાથનો લાંબો માપવાનો માપદંડ તે માણસના હાથમાં હતો; તેણે તે દીવાલની પહોળાઈ માપી, તે એક લાકડી જેટલી હતી, ઊંચાઈ પણ એક લાકડી જેટલી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 મકાનની બહારની બાજુએ ચારે તરફ ભીંત હતી, એક હાથ ને ચાર આંગળનો એક, એવા છ હાથનો લાંબો માપદંડ તે માણસના હાથમાં હતો. તેણે તે ભીંતની પહોળાઈ માપી, તે એક માપદંડ જેટલી હતી. અને ઊંચાઈ [પણ] એક માપદંડ જેટલી હતી Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 મેં જોયું તો એક મંદિર હતું; જેની ચારે તરફ કોટ હતો. પેલા માણસના હાથમાં માપવા માટેનો જે ગજ હતો તે એક હાથ વત્તા એક મૂઠ બરાબર એક હાથ, એવા છ હાથ એટલે કે, ત્રણ મીટર લાંબો હતો. તે જ ગજ વડે તેણે કોટને માપ્યો. કોટ ત્રણ મીટર ઊંચો અને ત્રણ મીટર પહોળો હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ5 એક મંદિરના વિસ્તારની ચારે તરફ દીવાલ હતી. એનો માપદંડ માણસના હાથમાં “લાંબો હાથ” વાપરતાં, 6 હાથ લાંબો હતો. અને તેણે દિવાલની પહોળાઇ માપી તે એક દંડ હતી અને દિવાલની ઊંચાઇ એક દંડ હતી. Faic an caibideil |