હઝકિયેલ 39:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તે દિવસે ઇઝરાયલમાં કબરને માટે ગોગને સમુદ્રને પૂર્વે કિનારે થઈને જનારાઓની ખીણ હું આપીશ; તે ત્યાં થઈને જનારાઓનો રસ્તો રોકશે. તેઓ ત્યાં ગોગ તથા તેના સમગ્ર સમુદાયને દફનાવશે. તેઓ હામોન ગોગની ખીણના નામથી ઓળખાશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તે દિવસે ઇઝરાયલમાં કબ્રસ્તાનને માટે ગોગને સમુદ્રને પૂર્વ કાંઠ થઈને જનારાઓની ખીણ હું આપીશ. તે ત્યાં થઈને જનારાઓને અટકાવશે. અને ત્યાં તેઓ ગોગને તથા તેના સર્વ સમુદાયને દાટશે. લોકો તેને હામોન-ગોગની ખીણ, એ નામથી ઓળખશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 પ્રભુએ કહ્યું: “એ બધું બનશે તે દિવસે હું ગોગને ઇઝરાયલ દેશમાં મૃતસમુદ્રને પૂર્વે આવેલ હામોન-ગોગની ખીણ કબ્રસ્તાન તરીકે આપીશ. ત્યાં ગોગ અને તેનું આખું લશ્કર દફનાવાશે, લોકો એ ખીણને ‘હામોન-ગોગ’ની એટલે, ગોગના સૈન્યની ખીણ તરીકે ઓળખશે. Faic an caibideilપવિત્ર બાઈબલ11 દેવ કહે છે, “એ દિવસે હું ગોગ માટે ઇસ્રાએલની ભૂમિમાં મૃતસરોવરની પૂવેર્ આવેલી મુસાફરોની ખીણ કબ્રસ્તાન તરીકે આપીશ. તે મુસાફરોનો રસ્તો રોકશે કારણ કે ત્યાં ગોગ અને તેના સમગ્ર સૈન્યને દફનાવાશે અને એ ખીણ ‘ગોગના સૈન્યની’ ખીણ કહેવાશે. Faic an caibideil |